Categories: Gujarat

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે આદ્યશકિત અંબાજી  મંદિરમાં માતાજીના ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા*

મુખ્યમંત્રીશ્રીએ અંબાજી મંદિર સંકુલમાં એગ્રો મોલનો પણ શુભારંભ કરાવ્યો*


– *મુખ્યમંત્રીશ્રીએ વિચરતી વિમુક્ત જાતિના કુલ ૪૧ લાભાર્થીઓને 80 ચોરસ મીટરના પ્લોટની સનદનું વિતરણ પણ કર્યું*
– *પબ્લિક એડ્રેસ સિસ્ટમનું લોકાર્પણ તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપનું પણ લોન્ચિંગ કર્યું*******
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે  આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. 
મુખ્યમંત્રીશ્રીએ આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં શીશ નમાવી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. 


એટલું જ નહિ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે માં આદ્યશક્તિના દર્શન બાદ અંબાજી મંદિર સંકુલમાં એગ્રો મોલનો પણ શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમનું લોકાર્પણ તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપનું લોન્ચિંગ પણ કર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ફાર્મસ પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશન અંતર્ગત પાંચ લાભાર્થીઓને ચાવી અર્પણ કરી હતી. સાથે સાથે વિચરતી વિમુક્ત જાતિના કુલ ૪૧ મહિલા લાભાર્થીઓને 80 ચોરસ મીટરના પ્લોટની સનદનું વિતરણ પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી ગામના આસપાસ રાહત મદારી, ભરથરી તથા વાદી જેવા વિચરતી વિમુક્ત જાતિના લોકોના પરિવારો માટે ‘ શ્રી શક્તિ વસાહત’નું  નિર્માણ થઈ રહ્યું છે. આ વસાહતમાં પાકા રહેણાક મકાનની સુવિધા સરકારના સહયોગથી ઉપલબ્ધ થશે. 
આ અવસરે માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદી, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા,  મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, કલેકટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર. રાવલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

H S

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

5 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

5 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

2 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago