Gujarat

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: બોરસદમાં સૌથી વધુ 4.5 Inch વરસાદ, અમદાવાદમાં મીઠાખળી અંડરપાસ બંધ, ઠેર-ઠેર જળબંબાકાર

Gujarat Rain | ગુજરાતમાં 14 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારથી વરસાદે જમાવટ બોલાવી છે. સવારે 6:00થી 10:00 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 172 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

આ વરસાદી સીઝનમાં આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) તાલુકામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યભરમાં હવામાન વિભાગદ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે.

બોરસદ ઉપરાંત ગોધરામાં 3.4 ઇંચ, તારાપુરમાં 3.0 ઇંચ, ધોળકામાં 2.8 ઇંચ, કરજણમાં 2.4 ઈંચ અને મેઘરજમાં 2.2 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

સવારે 8:00થી 10:00 વાગ્યાના માત્ર 2 કલાક ના સમયગાળામાં જ 133 તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવાલો મળ્યા છે.

અમદાવાદ શહેરમાં પણ 12 સપ્ટેમ્બરથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં હંસપુરામાં 2.93 ઈંચ, મોટેરામાં 2.76 ઇંચ, દૂધેશ્વરમાં 2.72 ઈંચ અને નરોડામાં 2.54 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાણીપ, ચાંદખેડા, નવરંગપુરા અને જોધપુર જેવા વિસ્તારોમાં પણ 2.30 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

શહેરમાં સતત થઈ રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ ભારે પાણીનો ભરાવોની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સલામતી માટે AMC દ્વારા મીઠાખળી અંડરપાસને તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે.

અંડરપાસ બંધ થતા નોકરી-ધંધે કે સ્કૂલે જતાં લોકો માટે ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. સવારના 6:00 થી 8:00 વાગ્યા વચ્ચે ઓઢવ (Odhav) ડ્રેનેજ પમ્પિંગ વિસ્તારમાં 0.28 Inch જ્યારે વસ્ત્રાલ (Vastral), નિકોલ (Nikol) અને રામોલ (Ramol)માં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

શહેરના સરકારી રિપોર્ટ મુજબ અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ 27.46 Inch વરસાદ થઈ ચૂક્યો છે, જે છેલ્લા 5 વર્ષ ના એવરેજ વરસાદના 76.28 ટકા જેટલો છે.

વરસાદના કારણે સાબરમતી નદી પર આવેલ વાસણા બેરેજ (Vasna Barrage)ની પાણીની સપાટી 129.00 Foot સુધી પહોંચી છે.

પાણીનો પ્રવાહ જાળવી રાખવા માટે બેરેજનો 1 ગેટ આશરે 0.5 ફૂટ જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને નદીમાંથી 358 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નગરપાલિકા અને AMCના કંટ્રોલ રૂમ દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પાણી નિકાલ માટે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા અને ભૂવા પડી જવાથી કેટલાક સ્થળે વાહનો ફસાયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વોટરલોગિંગ વાળા રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

Chief Editor

Recent Posts

અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’

લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશે. ---------- પ્રથમવાર ચરણસ્પર્શ દર્શનનો…

14 hours ago

સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા

"સેવા સંકલ્પ અભિયાન" ------------------- પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનો…

14 hours ago

ભારતીય મૂળના દંપતીનું નવી યુએસ કોલેજ માટે $20 મિલિયનનું દાન.

—————— (-કૌશિક અમીન, યુએસએ) નવી કોલેજનું નામ આ દંપતીના નામ પર - અનુરાધા અને વિકાસ…

18 hours ago

નેપાળ પૂર રાહત માટે $25,000 નું યોગદાન આપવા ઈન્ડિયા બજાર/ INDIACO સમુદાય એકસાથે આવ્યો

નેપાળ પૂર રાહત માટે $25,000 નું યોગદાન આપવા ઈન્ડિયા બજાર/ INDIACO સમુદાય એકસાથે આવ્યો નેપાળમાં…

19 hours ago

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ICF દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી થશે

Ganesh Chaturthi Sydney | ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની સ્થિત રોસેલા, હેરિસ પાર્ક (NSW 2150) ખાતે ઇન્ડિયન…

19 hours ago

સિડનીના સિડનીમાં ICF દ્વારા 509માં સુંદરકાંડ પાઠનું આયોજન

Sunderkand Path Sydney | ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત હેરિસ પાર્ક ખાતે આવેલ રોસેલા પાર્ક (Rosella Park)માં…

19 hours ago