Gujarat Development

મહેસાણાથી આસામ જવા માટે પહેલી મસાલા ભરેલી ટ્રેન રવાના

 

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ :માલ પરિવહનમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા.

 

 

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માલ પરિવહન અને રેવેન્યુ ઉપાર્જનના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ભારતીય રેલવેના ફ્રેઈટ ઓપરેશનને નવી દિશા પૂરી પાડી રહ્યું છે. મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના કુશળ નેતૃત્વમાં અમદાવાદ મંડળ દ્વારા માલ લોડિંગના ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ અને નવીનતાસભર પહેલો કરવામાં આવી રહી છે, જેનાથી ફક્ત વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન જ નથી મળી રહ્યુ, પરંતુ દેશવ્યાપી આપૂર્તિ શ્રેણીને પણ મજબૂતી મળી રહી છે.
આ જ ક્રમમાં તારીખ 06 મે 2026 ના રોજ અમદાવાદ મંડળના મહેસાણા સ્ટેશનથી પૂર્વોત્તર સીમાંત રેલવે (NFR) ના રગિયા મંડળમાં આવેલ અજારા સ્ટેશન (આસામ) માટે 4200 ક્વિન્ટલ જીરૂંથી લોડેડ પહેલી ‘ડીમ્ડ વીપી રેક’ (Deemed VP Rake) સફળતાપૂર્વક લોડ કરીને રવાના કરવામાં આવી. આ સિદ્ધિ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કેમ કે પહેલી વાર આ સેક્ટરમાં મસાલાઓનું સંગઠિત રેલવે લોડિંગ કરવામાં આવ્યું છે. આ રેક મારફતે વિવિધ પ્રકારના મસાલાઓનું પરિવહન કરવામાં આવ્યું, જેનાથી રેલવેને લગભગ રૂ।. 25 લાખની આવક પ્રાપ્ત થઈ.
આ નવી પહેલ ફક્ત ગુજરાતના મસાલા ઉદ્યોગને પૂર્વોત્તરના બજારોથી જોડવાનું જ કામ નહી કરે, પરંતુ રોડ પરિવહનની સરખામણીમાં વધુ સુરક્ષિત, કિફાયતી અને પર્યાવરણ-અનુકૂળ વિકલ્પ રૂપે રેલવેની ભૂમિકાને પણ સુદ્રઢ બનાવશે. આનાથી સ્થાનિક વેપારીઓ અને નિકાસકારોને પણ મોટી સુવિધા પ્રાપ્ત થશે તથા ભવિષ્યમાં આ પ્રકારની વધારે ફ્રેઈટ મુવમેન્ટની શક્યતાઓ મજબૂત થશે.
આ ઉપરાંત, અમદાવાદ મંડળે હાલમાં જ ગાંધીધામ ક્ષેત્રના ભીમાસર સ્ટેશનથી જમ્મૂ-કાશ્મીરના બાડી બ્રાહ્મણ (BBMN) અને અનંતનાગ સુધી ખાદ્ય તેલ (Edible Oil) નું સફળ લોડિંગ કરી એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. આ વિશેષ ફ્રેઈટ મુવમેન્ટ હેઠળ 11 BCN વેગન બાડી બ્રાહ્મણ તથા 09 BCN વેગન અનંતનાગ માટે મોકલવામાં આવ્યા. આ પરિવહનથી રેલવેને રૂ. 17 લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ.

 


“કચ્છથી કાશ્મીર” સુધી ખાદ્ય તેલની નિર્વિરોધ આપૂર્તિ દેશની એકતા, મજબૂત લોજિસ્ટિક નેટવર્ક તથા ભારતીય રેલવેની સર્વવ્યાપક પહોંચનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પશ્ચિમ ભારતના ઔદ્યોગિક અને પોર્ટ ક્ષેત્રોને ઉત્તર ભારત અને જમ્મૂ-કાશ્મીર જેવા સંવેદનશીલ અને દૂરના ક્ષેત્રથી જોડવામાં રેલવેની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ પ્રકારના માલ લોડિંગથી જરૂરી વસ્તુઓની સમયબદ્ધ ઉપલબ્ધતા સુનિશ્ચિત થવાની સાથે-સાથે રોડ વાહનવ્યવહાર પરનું દબાણ ઓછું થાય છે.
અમદાવાદ મંડળના ‘બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ’ (BDU) દ્વારા વેપારી સંસ્થાઓ અને ઉદ્યોગોની સાથે સતત વાર્તાલાપ સ્થાપિત કરીને તેમની જરૂરિયાતોને અનુરૂપ ઉત્તમ અને ઝડપી લોજિસ્ટિક સમાધાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. પરિણામ સ્વરૂપે મંડળમાં નવા-નવા કોમિડિટી ટ્રાફિકનો વિકાસ થઈ રહ્યો છે તથા રેલવે મારફતે માલ પરિવહન પ્રત્યે વ્યપારી સમુદાયનો વિશ્વાસ સતત વધી રહ્યો છે.
અમદાવાદ મંડળ દ્વારા સતત વિકસિત કરવામાં આવી રહેલા નવા ફ્રેઈટ કોરિડોર, ગ્રાહક-અનુકૂળ નીતિઓ. તાત્કાલિક રેક ઉપલબ્ધતા, આધુનિક માલ લોડિંગ સુવિધાઓ અને સમર્પિત માર્કેટિંગ પ્રયાસ મંડળને પશ્ચિમ રેલવેના અગ્રગણ્ય માલ લોડિંગ મંડળોમાં સ્થાપિત કરી રહ્યા છે. મંડળ દ્વારા ઉદ્યોકોની જરૂરિયાતોને અનુરૂપ અનુકૂળ પરિવહન સમાધાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેનાથી રેલવે પ્રત્યે ઉદ્યોગ જગતનો વિશ્વાસ ઘણો વધારે મજબૂત થયો છે.
અમદાવાદ મંડળની આ નોંધપાત્ર સિદ્ધિઓ “Driving Progress, Delivering Prosperity” ની ભાવનાને સાકાર કરતાં પશ્ચિમ રેલવેની માલ લોડિંગ ક્ષમતાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ભવિષ્યમાં પણ મંડળ દ્વારા નવા વ્પાપારી અવસરોની ઓળખ કરીને માલ પરિવહનના ક્ષેત્રમાં નવીનતા અને શ્રેષ્ઠતાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવતા રહેશે.
****

Chief Editor

Recent Posts

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ…

5 hours ago

નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ

Driving Licence Norway | વિદેશમાં વસતા ભારતીયો માટે ત્યાંના સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ ઘણીવાર આશ્ચર્યજનક અને…

1 day ago

અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો

US Immigration | અમેરિકામાં રહેતા પ્રવાસીઓ (NRI) માટે ઘણીવાર પોતાના માતા-પિતાને મળવા માટે બોલાવવું ખુશીની…

1 day ago

‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન

Taliban Fighter Missile | અફઘાનિસ્તાનના હાલના માહોલ અને ત્યાંના કડક પ્રતિબંધો વચ્ચે સોશિયલ મીડિયા પર…

1 day ago

આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?

Army Chief Russia Visit | ભારતીય થલસેના પ્રમુખ (આર્મી ચીફ) જનરલ ધિરજ સેથનો રશિયાનો ત્રણ…

1 day ago

બાંગ્લાદેશે શેખ હસીનાના કાર્યકાળમાં ભારત સાથે થયેલા 101 કરારની સમીક્ષા શરૂ કરી

India Bangladesh MoU | બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકારે ભારત સાથે અગાઉ શેખ હસીના કાર્યકાળ દરમિયાન…

1 day ago