Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે MOU

Chief Editor August 9, 2023
9 new mou1

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે MOU થયા
………………
બ્રિટીશ કાઉન્સિલની ઇંગ્લિશ સ્કોરની ઓનલાઇન પરીક્ષાઓ અને ટ્રેનિંગ માટે થયા MOU
……………….
પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકાશે

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બ્રિટીશ કાઉન્સીલ અને SCOPE વચ્ચે MOU કરાયા હતા.
સ્કોપ દ્વારા બ્રિટિશ કાઉન્સીલ સાથે એગ્રીમેન્ટ કરીને તેની પરીક્ષાઓ તથા ઓનલાઇન ટ્રેનિંગનો લાભ ગુજરાતના વિધાર્થીઓને તથા આમ જનતાને સુપેરે મળી રહે અને માતૃભાષાની સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને સમજણમાં પણ વધારો થાય તે હેતુથી MOU કરવામાં આવ્યા છે.


આ પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને શબ્દભંડોળ સાથે Stering, Spooking , Reading અને Writing જેવા કૌશલ્યો પર ભાર મૂકવામાં આવશે . ઓનલાઈન મોડ્યુલ્સ દ્વારા તેનો અભ્યાસ કરી સરળતાથી તેની પરીક્ષા આપી શકાશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર વિધાર્થીઓ તથા ગુજરાતનાં નાગરિકો મેળવી શકશે.
આ ઉપરાંત લાભાર્થી માટે તેઓને અનુકૂળ સમય અનુસાર દર મહિને ૨૫ મિનિટના ૪ વેબિનરની સવલત બ્રિટિશ કાઉન્સીલના કુશળ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે.
વર્ષમાં દુનિયાભરના 20 લાખ થી વધુ લોકો તેનો લાભ લે છે . આ પરીક્ષા ૧૫૦થી વધુ દેશોમાં અને વિશ્વભરની ૨૫૦ થી વધુ યુનિવર્સિટીઓમાં માન્ય છે.
ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિશ્વભરના શૈક્ષણિક નિષ્ણાતો જેવા કે “સેન્ટર ઑફ રિસર્ચ ફોર ઇગ્લિશ લર્નિંગ’ અને યુનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયર ખાતે ભાષાનું મૂલ્યાંકન કરીને તૈયાર કરવામાં આવેલ છે. જેનું પરિણામ કોમન યુરોપીયન ફ્રેમવર્ક (CEFR) પર આધારિત છે.
ઇંગ્લિશ સ્કોરની પરીક્ષા વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ અને જોબ પ્રોગ્રેસમાં લાભ થવા પાત્ર છે. સ્નાતક વિધાર્થીઓને ઇલેશ સ્કોર પરીક્ષા આપીને તેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જાણી શકશે અને તેમના રોજગાર માટે મદદરૂપ બનશે.
અત્રે નોંધનીય બાબાત એ છે કે, વર્ષ ૨૦૦૭માં તત્કાલીન માન.મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે તે ઉમદા હેતુથી Society for Creation of Opportunities through Proficiency in English- SCOPEની સ્થાપના કરાઇ હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ડાંગ જિલ્લાના માલેગામના ૩૩૦ ગામોના ઘરોમાં ‘નલ સે જલ’ યોજના પૂર્ણ કરી
Next: ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ગુરુમહિમાને ઉજાગર કરતો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.