Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગોંડલ અક્ષર મંદિરે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૯મો અક્ષર જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાયો

Chief Editor October 29, 2023
30 go1

શરદોત્સવની મુખ્ય સભાનો ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો તેમજ હજારો હરિભકતોએ લાભ લીધો.

શ્રી અક્ષરમંદિર, ગોંડલ ખાતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯માં પ્રાગટ્યોત્સવની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી. રવિવારે સવારથી જ મંદિર પરિસર હરિભક્તોથી ઉભરાવા લાગ્યું હતું. સર્વે ભક્તો અક્ષર દેરી અને મંદિરમાં દર્શનનો ઉત્તમ લાભ લઈ શકે તે માટે દર્શન વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

શરદોત્સવની મુખ્ય સભા સાંજે પાંચથી આઠ વાગ્યા દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સભામાં નામદાર મહારાજા શ્રી હિમાંશુસિંહજી તથા શ્રી ઉપેન્દ્રસિંહજી રાજવી પરિવાર ગોંડલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જયરાજસિંહજી જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી જાડેજા તેમજ ભૂવનેશ્વરી પીઠના પૂ. શ્રી રવિદર્શનજી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં ઉત્સવનો મર્મ – અક્ષરબ્રહ્મની આવશ્યકતા, અક્ષરબ્રહ્મના ગુણો, અક્ષરબ્રહ્મના કાર્યો, અક્ષરબ્રહ્મનું સ્વરૂપ, અને પ્રગટ અક્ષરબ્રહ્મનો પ્રભાવ પૂ.સંતોના પ્રવચન દ્વારા સર્વે સભાજનોએ હૃદયસ્થ કર્યા હતા. સાથે યુવકો દ્વારા પ્રસ્તુત રસપ્રદ સંવાદ અને રાસની રમઝટથી સભાનો માહોલ વિશેષ પ્રભાવક બન્યો હતો. સભાના અંતમાં શિખર પર કળશ ચડે તેમ પ્રગટ ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરી સર્વે હરિભક્તોએ કૃતાર્થતાની અનુભુતિ કરી હતી. શરદપૂનમની સભામાં ઠાકોરજીને સંતો – ભકતો દ્વારા પાંચ આરતીના અર્ધ્ય વડે વધાવવામાં આવ્યા હતા. ઠાકોરજીની આરતી વખતે આતશબાજી દ્વારા સમગ્ર વાતાવરણને રંગબેરંગી રોશનીથી છવાઈ ગયું હતું. આ ઉત્સવનો લાભ લેવા માટે સંતો, મહંતો તેમજ હજારોની સંખ્યામાં હરિભકતો અક્ષર મંદિરે પધાર્યા હતા. ઉત્સવના અંતે સૌ ભકતો ફુડપેકેટ અને દૂધ પૌઆનો પ્રસાદ લઈ શરદોત્સવની સ્મૃતિ હ્રુદયમાં ધારતા છૂટા પડ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ◆મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાંસ્કૃતિક યોદ્ધાઓને પુરસ્કાર એનાયત
Next: પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત નવી ક્રાંતિ કરશે :  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.