Gujarat Development

અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’

કેદીઓ દ્વારા તૈયાર થતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

ત્રણ માળની અદ્યતન ઈમારતમાં રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને વિશેષ મ્યુઝિયમનો સમાવેશ

મુલાકાતીઓ માટે કેદીઓ દ્વારા તૈયાર થતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

બીજા માળે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા ઐતિહાસિક સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ તૈયાર

નવનિર્મિત ભવનમાં ‘જેલર અને કેદી’ની યુનિક થીમ તૈયાર કરવામાં આવી
…..
અમદાવાદના આર.ટી.ઓ. સર્કલ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત અતિ લોકપ્રિય ‘જેલ ભજિયા હાઉસ’નો કાયાકલ્પ થઈ ગયો છે. ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત આ ઐતિહાસિક ફૂડ આઉટલેટને અઢી કરોડથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન બનાવી નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્યના જેલ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થવાના આરે છે.

આ નવપ્રકલ્પનો મુખ્ય હેતુ કેદીઓમાં રહેલા કૌશલ્યને પ્રોત્સાહન આપી સમાજમાં તેમના સુધારણા અને પુનર્વસન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે.

જેલ ભજીયા હાઉસના આ ત્રણ માળના અદ્યતન ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પરંપરાગત સ્વાદિષ્ટ ભજિયા અને અન્ય ફરસાણના વેચાણ માટે કાઉન્ટર/સેલરૂમ બનશે તેમજ મુલાકાતીઓ ગરમા-ગરમ ભજિયાનો આનંદ માણી શકે તે માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ભવનના પ્રથમ માળે ડાઇનિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિશેષ ‘ગાંધી થાળી’ સાત્વિક ભોજન પીરસવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહેશે.

ભવનના બીજા માળે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા ઐતિહાસિક સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આઝાદીના આંદોલન સમયે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ રહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને લોકમાન્ય તિલક જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલા સમય અને સ્મૃતિઓને જીવંત કરતી ફોટો ગેલેરી તેમજ આકર્ષક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.

નવનિર્મિત ભવનમાં ગ્રાહકો માટે ‘જેલર અને કેદી’ની યુનિક થીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં જેલ પ્રશાસનના વાતાવરણ વચ્ચે મુલાકાતીઓ ભોજન અને ઇતિહાસ બંનેનો અનોખો અનુભવ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ફૂડ કલ્ચરનો અભિન્ન અંગ બની ચૂકેલા ‘જેલ ભજિયા હાઉસ’નું ટર્નઓવર પણ નોંધપાત્ર રહ્યું છે.
….

Chief Editor

Recent Posts

કોલકાતાના ત્રણ અગ્રણી માર્ગો નામ બદલવાની દરખાસ્ત

રાજ્યમાં કમ્યુનિસ્ટ નેતાઓ વ્લાદિમીર લેનિન, કાર્લ માર્ક્સ અને હો ચી મિન્હના નામે ઓળખાતા કોલકાતાના ત્રણ…

3 hours ago

મુંબઈના રૂ. ૫,૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય શા માટે એક દિવસ માટે ‘ભિખારી’ બન્યા?

મુંબઈના રૂ. ૫,૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય શા માટે એક દિવસ માટે 'ભિખારી' બન્યા? પરાગ…

4 hours ago

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકે શપથગ્રહણ કર્ય

મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ માનસ રંજન પાઠકને શપથ લેવડાવ્યા **…

21 hours ago

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન્જિનિયરિંગ અને સુશાસનની અદભુત યાત્રા **…

21 hours ago

“અથાગ પરિશ્રમ અને મહેનતથી સંસ્થા વટવૃક્ષ બને છે..: કેન્દ્રીય રાજ્યમંત્રી

સહકારથી સમૃદ્ધિ તરફ ગુજરાતની ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વિકાસયાત્રા ----- કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન…

21 hours ago

લંડનમાં ઇતિહાસ રચાયો: ટેમ્સ નદીના કિનારે પ્રથમ વખત ‘ગંગા આરતી’ યોજાઈ

"ગંગા આરતી ઓન ધ ટેમ્સ: અ સિરેમની ઓફ લાઈટ આ કાર્યક્રમ સંપૂર્ણપણે જમીન પર જ…

22 hours ago