Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ

Chief Editor July 15, 2026
16 R1

CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી

અમદાવાદ | 15 જુલાઈ 2026

રેલવે સુરક્ષા આયુક્ત (પશ્ચિમ પરિમંડળ) શ્રી ઈ. શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અંતર્ગત કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ સિંગલ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટે સુરક્ષા મંજૂરી આપી દીધી છે.

આ નવનિર્મિત બ્રોડ ગેજ રેલખંડ, કટોસણ રોડ-રણુજ ગેજ પરિવર્તન પ્રોજેક્ટ (મીટર ગેજથી બ્રોડ ગેજ)નો ભાગ છે, જેની કુલ લંબાઈ 62.748 કિલોમીટર (કિ.મી. 0.817 થી કિ.મી. 63.565 સુધી) છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

અમદાવાદ મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે:

“કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડને રેલવે સુરક્ષા આયુક્ત તરફથી પેસેન્જર સેવાઓના સંચાલનની મંજૂરી મળવી એ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વની સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ આ વિસ્તારના લાખો મુસાફરો, ખાસ કરીને બેચરાજી, શંખલપુર અને આસપાસના વિસ્તારોના લોકો માટે સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક રેલ મુસાફરીનો નવો અધ્યાય શરૂ કરશે. પશ્ચિમ રેલવે સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક રેલ સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે. અમે તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને નિર્માણ એજન્સીઓના સામૂહિક પ્રયાસો બદલ તેમનો આભાર માનીએ છીએ. ખૂબ જ જલ્દી આ રેલખંડ પર નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ થવાથી વિસ્તારની કનેક્ટિવિટી, પ્રવાસન, વેપાર અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે.”

રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા આ રેલખંડનું 9, 10 અને 11 જુલાઈ 2026ના રોજ વિગતવાર વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન WAP-7 ઇલેક્ટ્રિક એન્જિન સાથે સ્પીડ ટ્રાયલ કરવામાં આવી હતી, જેમાં ટ્રેને 120 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ સફળતાપૂર્વક પ્રાપ્ત કરી હતી.

નિરીક્ષણ, રેલવે વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને રેલવે અધિનિયમ, 1989ની જોગવાઈઓ મુજબ તમામ જરૂરી ઔપચારિકતાઓ સંતોષકારક જણાતા, રેલવે સુરક્ષા આયુક્તે આ રેલખંડ પર સાર્વજનિક પેસેન્જર સેવાઓના સંચાલન માટે પરવાનગી આપી છે.

મંજૂરી મુજબ, મુખ્ય રેલવે લાઈન પર ટ્રેનોની મહત્તમ સેક્શનલ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવી છે. લેવલ ક્રોસિંગ ગેટ નંબર 99A પર કામચલાઉ ધોરણે 60 કિલોમીટર પ્રતિ કલાક અને લૂપ લાઈનો પર 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા લાગુ રહેશે.

આ સુરક્ષા મંજૂરી વિવિધ તકનીકી અને કામગીરી સંબંધિત શરતોને આધીન આપવામાં આવી છે. જેમાં સિવિલ એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ અને મુસાફર સુવિધાઓ સંબંધિત નિર્ધારિત કાર્યોને સમયસર પૂર્ણ કરવા, પૂરતો મેન્ટેનન્સ સ્ટાફ તૈનાત કરવો અને તમામ નિર્ધારિત સુરક્ષા ઉપાયોનું પાલન કરવું સામેલ છે.

રેલવે સુરક્ષા આયુક્તે ભવિષ્યમાં નિર્ધારિત તમામ શરતોનું સફળતાપૂર્વક પાલન, ટ્રેકનું સંતોષકારક પ્રદર્શન અને પ્રધાન મુખ્ય ઇજનેરના પ્રમાણપત્ર બાદ આ રેલખંડની સેક્શનલ સ્પીડને 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાની પણ મંજૂરી આપી છે.

કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડનું સંચાલન પશ્ચિમ રેલવે માટે એક મહત્વની સિદ્ધિ છે. તેના શરૂ થવાથી વિસ્તારની રેલ સંપર્ક વ્યવસ્થા વધુ મજબૂત બનશે, મુસાફરોને વધુ સારી અને ઝડપી રેલ સેવાઓ મળશે તથા વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: VSSC સંચાલિત, શ્રીનાથજી હવેલીનો નવમો ત્રિદિવસીય પાટોત્સવ
Next: U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.