Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરીકાનાં ડલ્લાસમાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમમાં ગુજરાતની પાંચ સંસ્થાઓ માટે પચીસ હજાર ડોલર એકત્ર થયા

Chief Editor September 22, 2025
23 jag7

૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવારની સાંજે અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્યકલાકાર , લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સોસાયટી ( SPCS ) તેમજ ગુજરાતી સમાજ ઓફ ડલ્લાસ દ્રારા યોજાયેલા આ કાર્યક્રમમાં જે નફો થાય તે ગુજરાતની પાંચ સેવાભાવી સંસ્થાઓને સરખા ભાગે વહેંચવાનો નિઃસ્વાર્થ ઉપક્રમ હતો.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ભારતીય નિવાસના બેન્ક્વેટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ તો “ ગુજરાત દર્પણ “ મેગેઝીનના ટેક્ષાસના પ્રતિનીધી સુભાષભાઈ શાહ નામના તનથી વૃદ્ધ પણ મનથી યુવાન સેવાભાવી સજ્જનનો પણ સહયોગ મળ્યો. ત્યારબાદ ભારતીય નિવાસના માલિક ભરતભાઈ ભકતાનો પણ ટેકો મળ્યો આમ લોકો જોડાતાં ગયા અને આ સેવાયજ્ઞ વધુને વધુ બળવાન બનતો ગયો. આ કાર્યક્રમમાં ડલ્લાસમાં રહેતા ગુજરાતીઓ ઉપરાંત ઓસ્ટીન, હ્યુસ્ટન અને વિચિતા ફોલ્સ જેવા ડલ્લાસની આજુબાજુના શહેરમાંથી પણ લોકો આવ્યા અને બસોની જગ્યાએ અઢીસો ખુરશી ગોઠવી એ પણ ભરાઈ ગઈ. એટલું જ નહીં પણ અમુક લોકોને બે હાથ જોડીને ના પાડવી પડી કે આ બેન્કવેટ હોલની કેપેસિટી હવે વધું પ્રેક્ષકો બેસાડી શકાય એમ નથી તો અમને ક્ષમા કરશો.

ભરતભાઈ ભકતાએ પોતાના તરફથી ૧૦૦૦ ડોલરનું દાન જાહેર કર્યુ અને પાંચ જ મિનિટમાં દસ હજાર ડોલર જાહેર થયા. એક કરુણાવાન ડોક્ટર વૃજેશ પરીખે ઈન્ટરલવમાં જાહેરાત કરી કે દસ હજારના દાન સાથે મારું દાન મેચ કરીને હું મારા તરફથી દસ હજાર ડોલર આપું છું. હોલનું ભાડું, સાઉન્ડ અને ડીનર તેમજ ચા- બિસ્કિટ વગેરેનો ખર્ચ બાદ કરતાં પાંચ હજાર ડોલર વધતાં હતા આમ સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે પચીસ હજાર અમેરીકન ડોલર એટલે કે આશરે બાવીસ લાખ પચાસ હજાર રુપિયા ગુજરાતની નીચેની પાંચ સંસ્થાઓ માટે એકત્ર થયા. ૧. ગીર નેશ ( શૈક્ષણિક સહાય સંસ્થા ) ૨. SVNM ટ્રસ્ટ સંચાલિત આંખની હોસ્પિટલ- સુપા સુરત ૩. સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ- ટીંબી ૪. ઉમંગ મૂકબધીર બાળકોની સંસ્થા – વસ્ત્રાપુર, અ’વાદ ૫. ખેડાપા ( જી. મહીસાગર) ની સરકારી પ્રાથમિક શાળા. ઉપરની પાંચેય સંસ્થાઓને આશરે ૪,૫૦,૦૦૦/- ચાર લાખ પચાસ હજાર રૂપિયા આયોજકો દ્રારા થોડાં દિવસમાં મોકલી આપવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Jagdish Trivedi (જગદીશ ત્રિવેદી)

Post navigation

Previous: વિશ્વ હિંદુ પરિષદ ઓફ અમેરિકા :હિન્દુ ડાયસ્પોરા – સનાતન પરંપરાઓનો મહાકુંભ”
Next: ૨૩૧.૧ મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતનો સૌથી મોટો સેલિબ્રિટી વિરાટ કોહલી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.