અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની પહેલ

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં
જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ સામાજિક કુપ્રથાઓ ઘર કરી બેઠી છે.
ઘણા જાતી સમુદાયોમાં સગીર છોકરા-છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં કરાવવામા આવે છે. જેની માઠી અસર
સમાજ અને પરિવાર ઉપર થતી હોય છે. જે બાબતે અમદાવાદ જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા માટે જિલ્લા
સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર જનતાને પહેલ કરવામાં આવી છે.


જિલ્લાના પારંપારીક તહેવાર અખાત્રીજ અને અન્ય દિવસોમા ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજમાં
લગ્નો યોજાતા હોય છે, જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજીક આગેવાનો,
ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, પાદરી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને
કન્યા પક્ષના બંને પરિવારજનોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્નો અટકાવવા અંગે એક અખબારી
યાદીમાં જણાવાયું છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરી ના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને
છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળ લગ્નના કારણે દીકરા-
દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર જો આપના વિસ્તારમાં, ગામમાં કે આપના
મહોલ્લામાં બાળ – લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળ લગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક
જવાબદારી સમજી આવા બાળ લગ્નો અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હેતલબેન પરમાર સંપર્ક નં.
9099970942, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, શ્રી દિવ્યકાંતભાઈ પરમાર સંપર્ક નં. 9727373249 કાનુની
સહ પ્રોબેશન અધિકારી શ્રી વિજયભાઈ પ્રજાપતિ સંપર્ક નં. 9879024306, ઉપરાંત ચાઈલ્ડ લાઈન સંપર્ક નં.
1098, પોલીસ સંપર્ક નં. 100, અભયમ મહિલા હેલ્પ લાઈન સંપર્ક નં. 181 સંપર્ક કરવા જણાવાયું છે.

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

6 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

6 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

8 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

9 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

9 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

9 hours ago