EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બરે પૂરું થાય તે પહેલાં ભારતીય પ્રોફેશનલ્સ (Indian Professionals) માટે રોજગાર આધારિત પ્રથમ પસંદગી એટલે કે EB-1 ગ્રીન કાર્ડ (Green Card) ઉપલબ્ધ થવાના બંધ થઈ શકે છે.
ભારે માંગને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જેણે પહેલાથી જ બેકલોગ (Backlog) નો સામનો કરી રહેલા ભારતીય અરજદારો માટે નવું દબાણ ઊભું કર્યું છે.
EB-1 કેટેગરીમાં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, ઉત્કૃષ્ટ પ્રોફેસરો, સંશોધકો અને મલ્ટિનેશનલ એક્ઝિક્યુટિવ્સ (Multinational Executives) નો સમાવેશ થાય છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (US State Department) ના સપ્ટેમ્બર વિઝા બુલેટિન (Visa Bulletin) માં આ ચેતવણી આપવામાં આવી છે.
બુલેટિન અનુસાર, ભારત માટે સેટ કરેલીEB-1 વિઝા કેટેગરીની મર્યાદા ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે, જેના કારણે આગામી સપ્તાહોમાં આ શ્રેણી અનએવેલેબલ (Unavailable) થઈ શકે છે.
ભારતીય અરજદારો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે કારણ કે અન્ય શ્રેણીઓ પર પણ ભારે દબાણ છે.
સપ્ટેમ્બર માટે EB-1 ઇન્ડિયાની ફાઇનલ એક્શન ડેટ (Final Action Date) 15 ઓક્ટોબર 2022 છે. આ સિવાય, એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ્સ માટેની EB-2 કેટેગરી સપ્ટેમ્બર બુલેટિનમાં યુ (“U” – Unavailable) તરીકે દર્શાવવામાં આવી છે.
બીજી તરફ, EB-3 કેટેગરીમાં બેકલોગ 12 વર્ષ જૂનો છે. રોકાણકારો માટેની EB-5 અનરિઝર્વ્ડ કેટેગરી પણ સપ્ટેમ્બરમાં ફાઇનલ એક્શન માટે ઉપલબ્ધ નથી, જોકે ગ્રામીણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટેની ક્ષેત્રીય EB-5 કેટેગરી ચાલુ છે.
સપ્ટેમ્બર માટે ડેટ્સ-ફોર-ફાઇલિંગ (Dates-for-Filing) ચાર્ટમાં EB-1 માટે 1 ડિસેમ્બર 2023 અને EB-2 તથા EB-3 માટે 15 જાન્યુઆરી 2015 ની તારીખ આપવામાં આવી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ની વાર્ષિક કાનૂની મર્યાદા અને ભારતીય પ્રોફેશનલ્સની જંગી માંગને કારણે ગ્રીન કાર્ડ બેકલોગ સતત વધી રહ્યો છે.
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…
વોલ સ્ટ્રીટ (Wall Street) ના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર (Investment Banker) અને ભારતીય મૂળના અમેરિકન લેખક…
વડોદરામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત મંગળવાર તારીખ 8 ના રોજ વડોદરા આવેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય…
• વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઈનનો શિલાન્યાસ • મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ રૂપાંતરણનો શિલાન્યાસ •…
વિકાસ અને વિશ્વાસનો ઐતિહાસિક ત્રિવેણી સંગમ: વડોદરાના આંગણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘સેવા-સ્વચ્છતાથી સ્વાગત’ ***…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં ₹30,700 કરોડથી વધુની રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ…