Ahmedabad News

અજય ગાયકવાડને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ મંડળના કર્મચારી અજય ગાયકવાડને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા અમદાવાદ મંડળના કાંકરિયા પેનલ ખાતે કાર્યરત શ્રી અજય ગાયકવાડને સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, સતર્કતા અને સુરક્ષિત રેલ સંચાલનમાં નોંધપાત્ર યોગદાન બદલ “મેન ઑફ ધ મન્થ” (જૂન–2026) સંરક્ષા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. સન્માનિત કર્મચારીની વિગતો નીચે મુજબ છે.

 


તા. 28.06.2026ના રોજ અમદાવાદ મંડળના કાંકરિયા પેનલ પર બપોરે 15:00 થી રાત્રે 23:30 વાગ્યાની ફરજ દરમિયાન શ્રી અજય ગાયકવાડે અંદાજે 18:03 વાગ્યે વટવાથી રવાના થયેલી એક માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે તેના બે વેગનોના અપર લિડ (Upper Lid) ખુલ્લા હોવાનું સતર્કતાપૂર્વક નિહાળ્યું.
તેમણે તાત્કાલિક અમદાવાદ ટાવર કેબિનને જાણ કરી અને સંબંધિત માલગાડીને આગમન સિગ્નલ ન આપવાની સૂચના આપી, જેના પરિણામે ગાડીને સિગ્નલ પર સુરક્ષિત રીતે અટકાવવામાં આવી. ત્યારબાદ જરૂરી પાવર બ્લોક મેળવી C&W સ્ટાફ દ્વારા બંને વેગનોની મરમ્મતકરવામાં આવી. ખામી દૂર થયા બાદ માલગાડીને સુરક્ષિત રીતે આગળના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.
સ્ટેશન માસ્ટરની સતર્કતા, ત્વરિત નિર્ણયક્ષમતા તથા ” સંરક્ષા સર્વોપરી” ના સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે સંભવિત દુર્ઘટનાને સમયસર ટાળી શકાયી હતી.
અમદાવાદ મંડળને તેના આ કર્મચારીની આ સિદ્ધિ પર ગર્વ છે. આ સન્માન તમામ રેલવે કર્મચારીઓને સુરક્ષિત રેલ સંચાલન માટે હંમેશા સતર્ક રહી જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાની પ્રેરણા આપશે.
****

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

4 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

4 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

2 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago