Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

 સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

Chief Editor November 18, 2026
19 us4
સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ
 સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપ દ્વારા તારીખ ૧૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ એસ.એલ.પી.એસ. હોલ ખાતે દિવાળી ડિનર અને મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના સભ્યો અને આમંત્રિત મહેમાનોએ ઉત્સાહભેર હાજરી આપી દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સૌ ભાઈ-બહેનોને ગોપાલ રેસ્ટોરન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગરમાગરમ ગોટા, ચટણી, મુંબઈનો હલવો અને જ્યુસ પીરસવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ગ્રુપનાં પ્રમુખ મંજુબેન અને તેમની કમિટીના સભ્યોએ સૌનું હાર્દિક સ્વાગત કરી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સૌને સ્વાદિષ્ટ અને પરંપરાગત સુરતી ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં સુરતની પ્રખ્યાત ઘારી, બાસુંદી, ઊંધિયું, મગ, કઢી-ભાત અને કચુંબર જેવી વિવિધ વાનગીઓનો સમાવેશ થતો હતો.
સૌએ સુરતી ભોજનનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ હિતેશ ભાઈએ વર્ષ દરમિયાન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. દીપ પ્રાગટ્ય માટે સમાજના અગ્રણી ભાઈઓ અને બહેનોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમામ સ્પોન્સરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજ તરફથી તેમને ગિફ્ટ બેગ આપવામાં આવી હતી. સ્પોન્સરોને બે મિનિટ માટે શુભેચ્છા સંદેશ પાઠવવાની તક પણ આપવામાં આવી હતી. સમાજના તમામ સભ્યો અને આમંત્રિત મહેમાનોને મીઠાઈની ભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર ટીવી એશિયા (TV Asia) અને ગુજરાત દર્પણની નોંધ લઈ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે મુકેશ મિસ્ત્રી અને અજય પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મ્યુઝિકલ નાઇટનો રંગારંગ કાર્યક્રમ શરૂ થયો હતો. ગાયક સની જાદવે જૂનાં અને નવાં લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆત કરીને સૌને સંગીતના તાલે ઝૂમાવ્યા હતા. મધુર સંગીત અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ભાઈઓ અને બહેનોએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. ગુજરાતી ભાઈ-બહેનો હોય અને ગરબા ન થાય, એવું તો બને જ નહીં! સંગીતના તાલે સૌએ ગરબાની રમઝટ બોલાવી હતી અને સમગ્ર હોલ ઉત્સાહ, આનંદ અને ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયો હતો. કાર્યક્રમના અંતે સૌને સ્વાદિષ્ટ કુલ્ફી અને ગરમાગરમ પેટીસ પીરસવામાં આવી હતી. આમ, સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ડિનર અને મ્યુઝિકલ નાઇટની ઉજવણી આનંદ, ઉત્સાહ, સંગીત અને પરસ્પર સ્નેહની લાગણી સાથે યાદગાર બની રહી હતી.
જય જય ગરવી ગુજરાત!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  •  સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ
  • BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી
  • एयर इंडिया की दिल्ली-मुंबई से न्यूयॉर्क की नॉनस्टॉप उड़ानें फिर शुरू, यात्रा में 5 घंटे की बचत
  • એર ઇન્ડિયાની દિલ્હી-મુંબઈથી ન્યૂયોર્કની સીધી ફ્લાઇટ ફરી શરૂ, મુસાફરીમાં 5 કલાકનો ઘટાડો
  • अमेरिका: जॉर्जिया के लिलबर्न BAPS मंदिर में दिवाली का भव्य उत्सव मनाया गया
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.