Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાતી સમુદાયો વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Chief Editor August 17, 2026
17 cm7

સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાતી સમુદાયો સાથે બેઠક અને સંવાદથી પ્રવાસનો પ્રારંભ કર્યો

 

Join Our WhatsApp Group

———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
* સિલીકોન વેલીમાં ગુજરાતી ડાયસ્પોરાનું સેમેકન્ડક્ટર, AI ટેક્નોલોજી અને ઈનોવેશનના ઈમર્જીંગ સેક્ટરમાં નોંધપાત્ર યોગદાન અભિનંદન પાત્ર છે.
* આ વૈશ્વિક પ્રતિભાઓને ગુજરાત સ્થિત ઉદ્યોગ સાથે જોડીને ટેક્નોલોજી સહયોગ વધુ સંગીન બનાવવાની નેમ છે.
* સેમીકન્ડક્ટર, AI, ડેટાસેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યુ એજ સેક્ટર્સમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત ગ્લોબલ હબ બનીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરશે.

 


———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.ના સાન ફ્રાંન્સીસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચસ્તરિય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સાન ફ્રાંન્સીસ્કોમાં વસતા ગુજરાતી સમુદાયો સાથે બેઠક યોજીને ગુજરાતની પ્રભાવક વૈશ્વિક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી.

 

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે જે વિકાસની ગતિ દેશને આપી છે તેમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસથી ગ્રોથ એન્જીન તરીકે પ્રથાપિત થયું છે.

એટલુ જ નહિ, વિકસિત ભારત-2047નો જે સંકલ્પ વડાપ્રધાનશ્રીએ કર્યો છે તેમાં પણ વિકસિત ગુજરાત-2047થી લીડ લેવાનો આપણો સંકલ્પ છે.

ગુજરાત સેમીકન્ડક્ટર, AI, ડેટાસેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યુ એજ સેક્ટર્સમાં હબ બનીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતનો આ સંકલ્પ વિકસિત ગુજરાતથી સાકાર કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આગામી વાયબ્રન્ટ સમિટ-2027 એ માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાત સમુદાયો, ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને આ સમિટમાં જોડાવા આમંત્રન પણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતી સમુદાયના લોકોએ પ્રશ્નોત્તરી કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિ અને પ્રગતિની વિગતો જાણવામાં ખૂબ જ ઉત્સુક્તા દાખવી હતી. આ અગ્રણીઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ ગતિ મળી છે તે માટેના સફળ પરિણામદાયી પ્રયાસોની પણ સરાહના કરી હતી.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સમુદાયો ખાસ કરીને સિલીકોન વેલીમાં સેમિકન્ડક્ટર, AI ટેક્નોલોજી અને ઈનોવેશનના ઈમર્જીંગ સેક્ટરમાં જે નોંધપાત્ર યોગદાન આપે છે તેની પ્રસંશા કરી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યુ કે, આવી વૈશ્વિક પ્રતિભાઓ અને તેમના વતન રાજ્ય ગુજરાતની કંપનીઓ, ઉદ્યોગો વચ્ચે એક સુદ્રઢ સેતુ ગુજરાત સરકાર બનાવવા માંગે છે. આના પરિણામે નોલેજ શેરિંગ, ટેક્નોલોજી સહયોગ અને માર્ગદર્શનની નવી વૈશ્વિક તકો રાજ્યમાં ખૂલશે અને વિકસિત ભારત-2047ના લક્ષ્યો ઝડપથી સિદ્ધ થઈ શકશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી સમુદાયો સાથે ભાવાત્મક અનુસંધાન સાધતા કહ્યુ કે, વતન રાજ્યથી હજારો કિલોમીટર દૂર વસતા હોવા છતાં પણ સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાતી પરિવારોએ ગુજરાતી ભાષા, તહેવારો, ઉત્સવ અને મૂલ્યો જીવંત રાખ્યા છે તે સૌ ગુજરાતીઓનું ગૌરવ ઉજાગર કરે છે.

 

તેમણે ઈન્વેસ્ટમેન્ટ કો-ઓપરેશન નોલેજ એન્ડ ઓપોર્ચ્યુનિટી માટે ગુજરાતી સમુદાયો સાથે મળીને ઈનોવેશન ઈકોસિસ્ટમથી શક્તિશાળી-સમૃદ્ધ ગુજરાતના નિર્માણની અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ અને ગુજરાત ડેલીગેશનમાં જોડાયેલા વરિષ્ઠ સચિવશ્રીઓ તથા પ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં ગુજરાતી ડાયસ્પોરા આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સ્વતંત્રતા દિનની વહેલી સવારે ૨૫૧મું અંગદાન
Next: દેશભક્તિનો રંગ, આણંદ બન્યું તિરંગામય
Follow

Recent Posts

  • ફ્લોરિડા યુનિવર્સિટીમાં 55 વર્ષ જૂની ‘કૃષ્ણ લંચ’ સેવા પર પ્રતિબંધ, અકસ્માત બાદ નિર્ણય લીધો 
  • FBIના મોસ્ટ વૉન્ટેડ આરોપી મનજીત સિંહ બેડી પંજાબમાંથી ધરપકડ, $150,000નું ઇનામ જાહેર થયાના દિવસોમાં જ ઝડપાયો
  • જ્યોર્જિયામાં રહેતા પ્રદીપ પટેલે 4 રાજ્યોમાં ફેલાયેલા $1.5 મિલિયન ગોલ્ડ બાર કૌભાંડમાં ગુનો કબૂલ્યો
  • હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
  • ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.