Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

‘વિકસિત ભારત સંકલ્પ સભા’ – સેવા જ્યોતિ યાત્રા’

Chief Editor October 7, 2026
8-10 dwar

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’* *દેવભૂમિ દ્વારકા, વલસાડ, ગીર સોમનાથ, સાબરકાંઠા,પાટણ, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ – સેવા જ્યોતિ યાત્રા’ વિવિધ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઇ*

બોટાદ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ૭,૦૦૦થી વધુ ચિત્રો, ૧૦,૦૦૦થી વધુ કોલાજ- રંગોળી સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કારોથી સન્માનિત
*જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ગુંજ્યો ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ*
OCT 07 2026 6:50 PM BY સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર એચ.ઓ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘જનસેવાથી દેશસેવા‘ના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વ્યાપક પાયે સેવાકીય અને જનભાગીદારી આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ શૃંખલાના ભાગરૂપે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા, વલસાડ, ગીર સોમનાથ,સાબરકાંઠા,પાટણ,બોટાદ અને જૂનાગઢ ખાતે  સ્થાનિક નાગરિકો અને પદાધિકારીઓની સક્રિય ઉપસ્થિતિમાં પ્રેરણાદાયી કાર્યક્રમોનું  સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નગરમાં ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી, જ્યાં ઉપસ્થિત સૌએ  વડાપ્રધાન શ્રી  નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા મશાલ જલાવી હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી ‘સેવા જ્યોત યાત્રા‘ કાઢવામાં આવી હતી. જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલ રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા ભેટરૂપે ઘડિયાળ વિતરિત કરવામાં આવી હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના અગ્રણીઓ, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સહિતના વહીવટી અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વિકસિત ભારત સંકલ્પની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભા અને ભવ્ય ‘સેવા જ્યોતિ યાત્રા‘ યોજાઈ હતી. નાનાપોંઢા હેલિપેડ મેદાનથી બિરસા મુંડા સર્કલ સુધી નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી, જ્યાં મંત્રીશ્રીએ મશાલ પ્રજ્વલિત કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને મહાનુભાવોએ બિરસા મુંડાની પ્રતિમાને નમન કર્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન આપી નાગરિકોને ‘વિકસિત ભારત @૨૦૪૭‘ ની સામૂહિક સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવી હતી, તેમજ અનાજ-કઠોળ ક્રાંતિ અને રંગોળી સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનના ઉપલક્ષ્યમાં સોમનાથ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણિયા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા‘ અને ‘સેવા જ્યોતિ યાત્રા‘ યોજાઈ હતી. પ્રભાસપાટણથી નીકળેલી આ યાત્રામાં ગાયક હેમંત જોશીએ રાષ્ટ્રભક્તિના ગીતો રજૂ કર્યા હતા અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતા. દિલ્હીથી વડાપ્રધાનના સંબોધન બાદ સૌએ ‘વિકસિત ભારત@૨૦૪૭‘ નો સંકલ્પ લીધો હતો અને વેરાવળ ખાતે ‘સેવા જ્યોતિ સર્કલ‘નું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત, ગીર સોમનાથના આદ્રી ગામે યોજાયેલા ‘સેવાસેતુ ૨.૧‘ કાર્યક્રમમાં નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન શ્રી  નરેન્દ્ર મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા‘ યોજાઈ હતી, જ્યાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળી દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે ‘સંકલ્પ પ્રતિજ્ઞા‘ લીધી હતી તેમજ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા જ્વલંત મશાલ સાથે પ્રસ્થાન પામેલી ‘સેવા જ્યોતિ યાત્રા‘ દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચારો સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી મોતીપુરા સર્કલ સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

 આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય સર્વે શ્રી વી.ડી. ઝાલા, રમણલાલ વોરા તથા ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણ APMC માર્કેટ યાર્ડ ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં “સેવા જ્યોતિ કળશ યાત્રા” તથા “વિકસિત ભારત સંકલ્પ સભા”નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પ્રધાનમંત્રીશ્રીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરી “વિકસિત ભારત @ ૨૦૪૭” નો સામૂહિક સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગે દેશભક્તિના ગીતો, વંદે માતરમનું સામૂહિક ગાન, ગુજરાતની વિકાસગાથા દર્શાવતી ડોક્યુમેન્ટ્રી અને લાભાર્થીઓના અનુભવ વિડિયો રજૂ થયા બાદ, મહાનુભાવોના હસ્તે ત્રણ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી APMC માર્કેટ યાર્ડથી પ્રસ્થાન થયેલી “સેવા જ્યોતિ કળશ યાત્રા” શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રોટલીયા હનુમાન ખાતે સંપન્ન થઈ હતી.

આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, ધારાસભ્યશ્રી  બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, , જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, APMC ચેરમેન સ્નેહલ પટેલ સહિતના અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને પાળીયાદ રોડ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનના જીવંત પ્રસારણ બાદ મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને વિકસિત ભારતના નિર્માણ માટે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ૭,૦૦૦થી વધુ ચિત્રો, ૧૦,૦૦૦થી વધુ કોલાજ અને રંગોળી સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ મહાનુભાવોના હસ્તે જ્યોતિ પ્રજ્વલિત કરી યાત્રાનો પ્રારંભ કરાયો હતો.ગુજરાતની વિકાસ યાત્રા દર્શાવતી ફિલ્મોનું પ્રસારણ કરાયું હતું, જેમાં ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટુંડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પૂર્વ મંત્રી અને જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી, જ્યાં સરોવરનું નામકરણ ‘વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક‘ કરવા સાથે કાર્યક્રમના અંતે નરસિંહ મહેતા સરોવરથી સરદારબાગ સુધી ‘સેવા જ્યોતિ યાત્રા‘ યોજાઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિલ્હીથી થયેલા પ્રેરણાદાયી સંબોધનને સૌએ વર્ચ્યુઅલી નિહાળ્યું હતું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ‘PARAKH CELL’ અને ‘DigiLocker’ સેવાઓ
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ – સેવા જ્યોતિ યાત્રા’
  • ‘PARAKH CELL’ અને ‘DigiLocker’ સેવાઓ
  • ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા સંપન્ન
  • કિર્તીદાન ગઢવીના અમેરિકામાં ગરબા
  • અદાણીના મુંબઈ એરપોર્ટના Redevelopment અંગે વિવાદ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.