Breaking News

Default Placeholder

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમથી ઉદ્યોગોની ગતિ વધુ તેજ બનશે તેમજ સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે

  • વરમોરા ગૃપના ચેરમેનશ્રી ભાવેશભાઈ વરમોરા
    ૦ :: ૦૦૦ :: ૦
    મોરબીને સિરામિકનું વિશ્વ કક્ષાનું ક્લસ્ટર બનાવવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું
  • હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા
    ૦ :: ૦૦૦ :: ૦
    મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ વરમોરા સિરામિક યુનિટની મુલકાત લઈ એમ.ઓ.યુ. માટે અભિનંદન પાઠવ્યા
  • ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લામાં ઔદ્યોગિક એકમો સાથે વિવિધ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આવા એમ.ઓ.યુ. થકી મોરબીનો ઔદ્યોગિક ક્ષેત્ર વધુ ઊંચાઈઓ સર કરશે અને મોરબીના વિકાસને વધુ ગતિ મળશે.
  • વરમોરા ગૃપના ચેરમેનશ્રી ભાવેશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મોરબીના પદાધિકારી/અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમમાં વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. હાલમાં વરમોરા ગૃપના ૫૦૦ કરોડના બે પ્લાન્ટ અંડર કન્ટ્રક્શન છે. આગામી સમયમાં બીજા ૫૦૦ કરોડના ડેવલોપમેન્ટ કામ થશે. આવા એમ.ઓ.યુ. થકી ગુજરાતની વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ એમ.ઓ.યુ કરવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ થકી ઉદ્યોગોની ગતિ વધુ વેગમાન બનશે તેમજ સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે.
  • હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “વિશ્વના સિરામિક બીજા નંબરના હબ અને ભારતના ૯૦ ટકા ઉત્પાદનના હબ એવા મોરબી ખાતે વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મોરબીને સિરામિકનું વિશ્વ કક્ષાનું ક્લસ્ટર બનાવવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. ઔદ્યોગિક શહેર એવા મોરબીમાં ૨૮૦૦ કરોડના ૯૧ જેટલા એમ.ઓ.યુ. થયા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં મોરબીના રોકાણનો આ આંકડો ૧૦૦૦૦ ને પાર કરશે તેઓ આશાવાદ પણ આ તકે ધારાસભ્યશ્રીએ વ્યક્ત કર્યો હતો અને જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો વાઇબ્રન્ટ ગુજરાતમાં સક્ષમ રીતે સહભાગી બનશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
  • આ પ્રસંગે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી ખાતે પધારેલા મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ વરમોરા વરમોરા સિરામિક યુનિટની મુલાકાત લઈ આ એમ.ઓ.યુ. બદલ વરમોરા ગૃપને ગુજરાત સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: