Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ વિસ્તરણના સિવિલ વર્કને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

Chief Editor July 7, 2026
7-7 r22

વડોદરા સ્ટેશન પર  કેટલીક ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવેએ રેલ સંચાલનના આધુનિકીકરણની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં તાજેતરમાં વડોદરા સ્ટેશન પર વ્યાપક સિગ્નલિંગ અપગ્રેડેશન તેમજ યાર્ડ રી-મોડેલિંગનું કાર્ય સફળતાપૂર્વક લગભગ પૂર્ણ કર્યું છે. હાલમાં પ્લેટફોર્મ નં. 4 અને 5ના વિસ્તરણનું સિવિલ કાર્ય ચાલી રહ્યું છે, જેના માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવી રહ્યો છે. પરિણામે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો:

 

1. ટ્રેન નં. 19036 અમદાવાદ–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
2. ટ્રેન નં. 19035 વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
3. ટ્રેન નં. 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
4. ટ્રેન નં. 22960 જામનગર–વડોદરા પેસેન્જર તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
5. ટ્રેન નં. 69101 વડોદરા–વટવા મેમુ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
6. ટ્રેન નં. 69115 વડોદરા–વટવા મેમુ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
7. ટ્રેન નં. 69113 વડોદરા–વટવા મેમુ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
8. ટ્રેન નં. 69107 વડોદરા–વટવા મેમુ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પરથી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે રદ રહેશે.
9. ટ્રેન નં. 69114 વટવા–વડોદરા મેમુ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
10. ટ્રેન નં. 69108 વટવા–વડોદરા મેમુ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
11. ટ્રેન નં. 69102 વટવા–વડોદરા મેમુ તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બાજવા–વડોદરા વચ્ચે રદ રહેશે.
12. ટ્રેન નં. 59549 વડોદરા–વટવા પેસેન્જર તા. 09 અને 10 જુલાઈ, 2026ના રોજ પ્રતાપનગર સ્ટેશન પરથી સવારે 05:40 કલાકે પ્રસ્થાન કરશે તથા વડોદરા સ્ટેશન પર 06:25 થી 06:30 કલાક સુધી 5 મિનિટનો સ્ટોપેજ આપવામાં આવશે.

મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કુંડળીમાં ક્યારે બને છે કષ્ટદાયક ‘પાપ કર્તરી યોગ’ અને તેના અચૂક ઉપાયો
Follow

Recent Posts

  • વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ વિસ્તરણના સિવિલ વર્કને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
  • કુંડળીમાં ક્યારે બને છે કષ્ટદાયક ‘પાપ કર્તરી યોગ’ અને તેના અચૂક ઉપાયો
  • ભારતીય રેલવેમાં બમ્પર ભરતી
  • કેનેડાના કેલગરીમાં ‘જય મહારાજ ગૃપ ‘ દ્વારા પિકનિક
  • અદાણી+ મિસાઇલ + મધ્યપ્રદેશ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.