મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રીશ્રી ગોતા ખાતે કાંચી કામાકોટિ પીઠમના પીઠાધિપતિશ્રીના સાનિધ્યમાં યોજાયેલા પૂર્ણાહુતિ હવનમાં સહભાગી થયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા ખાતે મૂળામ્નાય સર્વજ્ઞ શ્રી કાંચી કામાકોટિ પીઠમના ૭૦મા પીઠાધિપતિ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
પૂજ્ય શંકરાચાર્યશ્રીના સાનિધ્યમાં અમદાવાદ ના ગોતા ખાતે આયોજિત પૂર્ણાહુતિ હવનમાં મુખ્યમંત્રીશ્રી સહભાગી થયા હતા.
તેમણે યજ્ઞશાળા મંડપમ ખાતે પૂજ્ય શંકરાચાર્યશ્રી સાથે સંવાદ સાધીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી મહાસ્વામીજીએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પીઠાધિપતિ પૂજ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીજીના વિદેહમુક્તિ બાદ
૭૦મા પીઠાધિપતિ તરીકેની જવાબદારી સંભાળી છે કાંચીપુરમ સ્થિત કાંચી કામાકોટિ પીઠમ ભારતીય સનાતન પરંપરા અને વૈદિક સંસ્કૃતિના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાથે પૂર્વ શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અગ્રણી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રીમતી માયાબેન કોડનાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
