
અમેરીકાના કેલિફોર્નિયામાં ઈન્ડો અમેરીકન સિનીયર હેરીટેજ ગૃપ દ્વારા ખૂબ ધામ-ધુમ થી મધર’ડૅ ની ઉજવણી કરવામાં આવી…
અમેરીકા-કેલિફોર્નિયા સ્થિત AIASH અને GSSC દ્વારા સિનિયર્સ માટે મધર્સ ડે ની ઉજવણી માટે ઇન્ડો અમેરિકન સિનિયર હેરિટેજ (IASH) અને ગુજરાતી સોશિયલ ઓફ સધર્ન કેલિફોર્નિયા (GSSC) દ્વારા ભવ્ય મધર્સ ડે ની ઉજવણી માટે શનિવારે, 10 મે ના દિવસે સંનાતન મંદિરના જેમાં ૨૫૦ થી વધુ વરિષ્ઠ નાગરિકો હાજર થયા હતા . કાર્યક્રમની શરૂઆત IASH ના ઉપ પ્રમુખ શ્રી રાસિક પટેલે હાજર સૌને ગરમાગરમ નાસ્તા માટે આમંત્રણ સાથે આગ્રહ આપેલ… ત્યાર બાદ સૌ હૉલમાં ગોઠવાયા હતા ત્યાર બાદ IASH ના પ્રેસિડન્ટ શ્રી જગદીશ પુરોહિત દ્વારા સમૃદ્ધ રીતે સંચાલિત કરવામાં આવી હતી, જેમાં GSSC ના પ્રમુખશ્રી ઘનશ્યામસિંહ ઝાલા અને ઉપ પ્રમુખ શ્રી જવાહર શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી બિ.યુ પટેલ, તરસાડિયાના ફાઉન્ડેશન અને જોય ઓફ શેરિંગના અધ્યક્ષ, અને શ્રીમતી પુષ્પાબેન પટેલને અમેરિકામાં અને ભારતમાં તેમના માનવતાવાદી યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. 90 વર્ષથી વધુ ઉંમરના બે વડિલ માતાઓ , સુશિલાબેન પટેલ અને ચંદ્રિકાબેન પરીખ, તેમના આખી જિંદગીની યાદગાર ક્ષણો ને યાદ કરી હતી. તેમજ એન્જેલ્સની ૧૨ પ્રતિષ્ઠિત માતાઓ દ્વારા ઉજવણી માટે દીવો દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને દરેકને વ્યક્તિગત રીતે શાલ, ગુલાબ અને મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી. શ્રીમતી પૌલોમિ પંડિત દ્વારા નૃત્ય રજુ કરવામાં આવેલ.

ત્યાર બાદ ડૉ. ધીરેન બુર્ચ અને યુવા શાસ્ત્રીય ગાયક અન્જિર જૈને સંગીતમય પ્રસ્તુતિ કરી. વૈશાલી જૈનની સાથે પ્રતિક જોશી, પ્રિયશ જૈન અને અભિ પટેલ પણ હતા.
મહેમાનોએ ટી, સાથે સ્વાદિષ્ટ રાત્રિભોજનનો આનંદ માણ્યો. ગુલાબ અને આઈસક્રીમનું દાન જનરલ સેક્રેટરી નલિની સોલંકીએ કર્યુ હતુ. આ સમારોહ તમામ કલાકારોને સાથે સંપન્ન થયો હતો અને આઇસા બોર્ડનાં સભ્યોનાં સમર્પણ અને પ્રશંસા સાથે સમાપન થયું હતું. આ એક યાદગાર ઉજવણી પૂર્ણ થઈ હતી.
( માહિતી અને તસ્વિર સૌજન્ય :- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફ્પ્ર્નિયા )