ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ
———————————————
આજે તા.૦૫/૧૦/૨૬ સોમવારે સાંજે હળવદ તાલુકાના ચરાડવા ગામે જ્યાં પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદીનો જન્મ થયો હતો એ મકાનમાં ડૉં. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે લોકાર્પણ થયું હતું.
———————————————
આજે તા.૦૫/૧૦/૨૬ સોમવારે સાંજે હળવદ તાલુકાના ચરાડવા ગામે જ્યાં પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદીનો જન્મ થયો હતો એ મકાનમાં ડૉં. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે લોકાર્પણ થયું હતું.

આ પ્રસંગે ડો. એચ. એલ. ત્રિવેદીના ધર્મપત્ની સુનિતાબહેન ત્રિવેદી, લાયબ્રેરીના દાતા પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ , ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ શ્રી ટી. એસ. જોષી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ડો. એચ એલ ત્રિવેદી જ્યારે હૈયાત હતા ત્યારે એમની ઈચ્છા હતી કે એમના પિતૃક મકાનમાં એક સાર્વજનિક પુસ્તકાલય બને જે ઈચ્છા જગદીશ ત્રિવેદી દ્વારા પુરી કરવામાં આવી હતી. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આ અગીયારમું પુસ્તકાલય છે.
NRI SPECIAL
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
✓
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
તમારી માહિતી મોકલો
Sacharachar.com
ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
