
ડીએફ ડબલ્યુ સમાજ દ્વારા હિન્દુ ટેમ્પલ અરવિન હોલ ખાતે ગયા શિનવારે સાંજે હોળી ઉત્સવ ઉજવાયો હતો. ડીએફ ડબલ્યુ (dfw) સિનિયર સિટીઝન સમાજના પ્રમુખ મુકુંદ પટેલ મારફતે કરાયું હતું. વોલયંટર અને સ્પોન્સરર કમિટી દ્વારા સક્રીય રહીને આયોજન કરાયું હતું. પ્રોગ્રામમાં 400થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો.




પ્રમુખ મુકુંદપટેલે જણાવ્યું હતું કે કિચન કમિટીના ભાઇ બહેનોએ ઉત્સાહથી લોકોને એપેીટાઇઝર પીરસ્યું હતું જેમાં મકાઇના ભજીયા, ચા કોફી વગેરેનો સમાવેશ કરાયો હતો. જ્યારે લંચમાં લાપસી, દાળ ભાત, પુરી શાક પાપડ વગેરેની ગોઠવણ કરાઇ હતી.



કિર્તીબેન અને વંદીતા બેન પરીખના ગૃપના સહકારથી આયોજન કરાયું હતું. દરેક સભ્યએ પ્રગ્રામનો આનંદ લૂંટ્યો હતો અને જે લોકો હાજર નહોતા રહી શક્યા તેમના માટે લાઇવ આયોજન પણ કરાયું હતું.
ફોટોગ્રાફી લાઇફ મેમ્બર મુકેશભાઇ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી.