Breaking News

Default Placeholder

શ્રીનાથધામ હવેલી, જે VYO USA દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવી છે, ડલ્લાસ શ્રીનાથધામ હવેલી ના ભાવુક active volunteers અને વૈષ્ણવો ઈ ભેગા મળી ૧ સપ્ટેમ્બર ના રોજ ભવ્ય નંદમહોત્સવ ની ઉજવણી કરી, જે Dallas ના સ્થાનિક પુષ્ટિમાર્ગીય સમુદાય માટે નોંધપાત્ર સીમાચિહ્ન છે. એમાં ૨૫૦ થી પણ વધારે વૈષ્ણવો લાભાનિમિત્ત થયા હતા.

કાર્યક્રમ મંગળાચરણ અને ષોડશગ્રંથના પઠનથી શરૂ થયો, ત્યારબાદ ઠાકોરજી રસોઈ ઘર અને commercial kitchen ના ચાલુ બાંધકામ પર અપડેટ આપવામાં આવી.
VYOEducation ના બાળકો એ interview દ્વારા બધાને પોતાના અનુભવ જણાવ્યા અને આપણે કેમ સનાતન વૈદિક હિંદુ ધર્મ અને પુષ્ટિમાર્ગ ને શિક્ષણ દ્વારા આવનારી પેઢી ને જ્ઞાન આપીને મહત્ત્વ આપવુ જોઈએ.

પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી એ સુંદર વચનામૃત દ્વારા શ્રીયમુનાષ્ટક શ્રી મહાપ્રભુજી દ્વારા કેવી રીતે રચાયુ અને શ્રીયમુનાજી એ શ્રીકૃષ્ણ ના ચતુર્થ પટરાણી છે અને શું માહાત્મ્ય છે એની સમજ આપી.

નંદમહોત્સવ નું મુખ્ય આકર્ષણ વૈષ્ણવો ભાવવિભોર થઈ “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…..” ના ગાન અને ઢોલ નગારા ના નાદ સાથે નંદ બાવા અને યશોદામૈયા શ્રી બાળ કૃષ્ણ સાથે પધરાવે છે તે હતું. આ દર્શન નો ઘણા બધા વૈષ્ણવો એ લાભ લીધો. સાથે સાથે એક દીકરી એ સુંદર મધુરાષ્ટક પર નૃત્ય કરી નંદમહોત્સવ માં અનેરો આનંદ ઉમેર્યો.

હવેલી ના ટીચર વર્ગ એ VYOEducation (૬-૧૬ વર્ષ), બાળ કૃષ્ણ classes (૩-૫ વર્ષ) બાળકો માટે તથા ગુજરાતી ના વર્ગો ૧૮ મી ઓગસ્ટ થી શરૂ થઈ ચૂક્યા છે અને હજી પણ registration ચાલુ છે એવી જાહેરાત કરી. અત્યારે ૪૦ થી પણ વધારે બાળકો આ education માં લાભ લઇ રહ્યા છે. આવનારા દિવસોમાં યોજાવાની મુખ્ય ઘટનાઓની શ્રેણી પણ આયોજિત છે. VYO શ્રીનાથધામ હવેલી પુષ્ટિમાર્ગના આચરણને પ્રોત્સાહન આપે છે. હવેલી સ્થાનિક વૈષ્ણવો માટે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે, જે વિવિધ પ્રોગ્રામ અને કાર્યક્રમ ઓફર કરે છે જે ભક્તિ, શિક્ષા અને સમુદાય સેવાને પ્રોત્સાહન આપે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: