રામ ચરિત માનસ અને જલારામ બાપા ના સત્સંગ માટે લોહાણા એસોસીયેશન ઓફ ડલ્લાસ ફોર્ટ વર્થ મારફતે સર્વે ને રઘુનાથ મંદિર (8901 Independence PkwyVite 100, Plano, TX 75025 )ખાતે સાંજે 6થી 10 વાગ્યા સુધી ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય રામબેન હરિયાણી સાથે કેટલી સરસ આધ્યાત્મિક વાતો સાંભળવા મળી હતી.
પૂજ્ય રામબેન હરિયાણી સાથે સરસ આધ્યાત્મિક સાંજ સૌએ માણી હતી.
રામ ચરિત માનસના સંદર્ભમાં તેમના જીવનના પાઠનો ઉપદેશ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો. હેમાબેન ઠક્કર અને પરિવારનો કાર્યક્રમ સહ-આયોજક અને સ્ટેજ સુશોભિત કરવા બદલ ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાથ આપવા બદલ વિણાબેન ઠક્કર અને પરિવાર, રાજેશભાઈ ઠક્કર અને પરિવાર કમિટી સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો. ભુપેન્દ્રભાઈ ઠક્કર અને પ્રવિણાબેન ઠક્કર, રવિભાઈ ઠક્કર, મયુરભાઈ અખાણી અને મદદ કરનાર તમામ સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો..