Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ ગાંધીનગર ખાતે સંપન્ન

Chief Editor October 16, 2023
17-10 ur1

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ ગાંધીનગર ખાતે સંપન્ન


SECI દ્વારા ગુજરાતમાં ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કરાશે; સોલાર પાવર પ્લાન્ટની સ્થાપનાથી રાજ્યમાં રૂ. ૩૫૦૦ કરોડના રોકાણની સંભાવના


ગુજરાત સરકાર આગામી ૨૫ વર્ષ સુધી માત્ર રૂ. ૨.૫૭ પ્રતિ યુનિટના દરે SECI પાસેથી ૭૦૦ મેગાવોટ વીજળી પ્રાપ્ત કરશે

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

ગાંધીનગર ખાતે ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. (GUVNL) દ્વારા આગામી ૨૫ વર્ષ સુધી માત્ર રૂ. ૨.૫૭ પ્રતિ યુનિટના દરે ૭૦૦ મેગાવોટ વીજળી પ્રાપ્ત કરવા માટે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર યુસેજ એગ્રીમેન્ટ (PUA) સાઈન કરવામાં આવ્યુ હતું. આ એગ્રીમેન્ટ અંતર્ગત ગુજરાતમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જે આગામી ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં કાર્યરત થશે. આ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાતમાં આશરે રૂ. ૩૫૦૦ કરોડનું રોકાણ આવવાનું અનુમાન છે.

ગુજરાતના રીન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. કારણ કે, GUVNL દ્વારા આ પ્રોજેક્ટ થકી અત્યારસુધીની સૌથી વધારે ક્ષમતા ધરાવતા ૭૦૦ મેગાવોટ જેટલી વીજ ખરીદી માટેનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્પન્ન થતી સૌર ઊર્જા રાજ્ય સરકારને પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર દ્વારા વાયેબીલીટી ગેપ ફંડિંગ (VGF) થકી સહાય આપવામાં આવી છે.

ગુજરાતમાં ૭૦૦ મેગાવોટ ઊર્જાના ઉમેરા સાથે રાજ્યમાં સૌર ઊર્જા ઉત્પાદનમાં એકંદરે વધારો થશે, અને પરિણામે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાની સુવિધા વધુ સઘન બનશે. ગુજરાતમાં કેન્દ્ર સરકારના ન્યૂ એન્ડ રીન્યુએબલ એનર્જી ડીપાર્ટમેન્ટની “સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ(CPSU)” સ્કીમના બીજા તબક્કાના ટ્રેન્ચ-૩ અંતર્ગત SECI દ્વારા આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. સ્થાનિક રીતે ઉત્પાદિત સોલર પીવી સેલ અને મોડ્યુલોના ઉપયોગ થકી રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષા અને પર્યાવરણીય સસ્ટેનેબીલીટીની સુવિધામાં વધારો કરવામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જે. પી. ગુપ્તા, SECIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આર. પી. ગુપ્તા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયપ્રકાશ શિવહરે, GUVNLના જનરલ મેનેજર શ્રી કે.પી. જાંગીડ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ શ્રીમતી ભક્તિ શામલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

પાવર યુસેજ એગ્રીમેન્ટ પર રાજ્ય સરકાર તરફથી GUVNLના જનરલ મેનેજર (રિન્યુબલ એનર્જી) તેમજ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી SECIના જનરલ મેનેજર (પાવર ટ્રેડિંગ) દ્વારા સાઇન કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: ‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન
Next: GMDC દ્વારા રૂ. ૨૬૯.૪૪ કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ થયો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો
  • જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ
  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.