જેમ ગુજરાતમાં ઠેર ઠેર ગણપતિ બાપ્પાનું સ્થાપન જોવા મળે છે એમ અમેરિકામાં પણ જોવા મળે છે. ડલાસથી સુભાષ શાહ લખે છે કે ડલ્લાસ મેટ્રોફ્લેક્સમાં પણ ગણપતિ બાપ્પાનું આગમન રંગેચંગે કરાયું હતું.
ડલ્લાસ માં આવેલ દરેક grocery સ્ટોરમાં વિવિધ પ્રકાર ના અને આંખમાં વસી જાય એવા ગણપતિ મૂર્તિનું વેચાણ જોવા મળ્યું હતું. લોકો ઢોલ નગારાં સાથે બાપ્પાને ઘેર લઇ જતા જોવા મળ્યા હતા. અનેક લોકોએ એક કે ત્રણ દિવસ માટે બાપ્પાની ઘેર પધરામણી કરી હતી .
એક ફૂટથી માંડીને 20 ફૂટ ઉંચી મૂર્તિઓ જોવા મળી હતી.
મૂર્તિ નું વેચાણ પટેલ બ્રધર્સ, ઈન્ડિયા બજાર, subji મંડી, ઈન્ડિયા મેટ્રો, ડેસી બ્રધર્સ માં મોટા પાયે જોવા મળ્યું હતું.
dfw ના બધાજ મંદિરોમાં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરીને સ્થાપના કરવા માં આવી હતી.
સુરતી લેવા પાટીદાર સમાજ, dfw હિન્દુ ટેમ્પલ, રાધાકૃષ્ણ ટેમ્પલ, રધુનાથ ટેમ્પલ, ગણપતિ ટેમ્પલ ,રાજકોટ ગુરુકુળ , બીએપીએસ (બાપસ) સ્વામિનારાયણ મદિર-ડલ્લાસ વગરે મંદિરમાં ગણપતિ સ્થાપન અને પૂજન કરવામાં આવ્યું હતું.
ડલ્લાસ માં વસતા મુંબઈ વાસીઓ ના ઘરે પણ ગાંપતિદાદી ની ધામધૂમ થી સથાપના કરવાં આવી હતી.
જેમાં શ્રધ્ધાળુઓએ 1 દિવસ 3 દિવસ 9 દિવસ ગણપતિ બાપ્પાની સ્થાપન કરી છે.
dfw હિન્દુ ટેમ્પલ માં 6 સેપ્ટ થી 16 સેપ્ટ માટે બાપ્પાની સ્થાપના કરે છે. આજે આ પ્રસગે બ્રાહ્મકુમારી ના શિવની દીદીની પધરામણી કરવામાં આવી હતી. તેમણે ભાવ પૂર્વક દર્શન કરેલ દરેક ઘરે રોજ સાંજે 8 વાગે આરતી કરવામાં આવશે.