કુલ 600 કાર, 2 બસ, 40 બાઇકર્સ,
3 ડિજિટલ ટ્રક અને કુલ 1400 લોકો જોડાયા હતા.

અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે રામ ભક્તો ઉમટી પડ્યા હતા. દરેકે જયશ્રી રામનાનારા લગાવ્યા હતા. ભારતમાં અયોધ્યા ખાતે યોજાઇ રહેલ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહત્સવ ની ઉજવણી કરવા કાર રેલી યોજાઇ હતી. જે સૌથી મોટી, રેકોર્ડ બ્રેક અને ઐતિહાસિક કાર રેલી બની હતી.



20મી જાન્યુઆરીના રોજ ગોલ્ડન ગેટને આવરી લેતો વિસ્તાર. હતો. જેમાં કુલ 600 કાર, 2 બસ, 40 બાઇકર્સ,
3 ડિજિટલ ટ્રક અને કુલ 1400 લોકો જોડાયા હતા. દરેક ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલી કોઇ ગુજરાતી સંગઠન કે ઇન્ડિયન સંગઠન મારફતે નહોતી યોજાઇ પરંતુ છ રામ ભક્તોની મહેનત રંગ લાવી હતી. રેલી એટલી વિ શાળ હતી કે અમેરિકાના લોકો પણ રામ મંદિર અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા.
અમેરિકામાં વિવિધ સ્થળો પરથી વિવિધ સંગઠનોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.



