Breaking News

સાઉથ કલીફોર્નિયાના બ્રિયા સ્ટેટમાં અમેરિકન ઇન્ડિયન સિનીયર સિટીઝનના સભ્યોએ વેલેન્ટાઇન ડે ઉજવ્યો હતો.
અંદાજે સવાસો સિનાયર મિત્રોએ ભેગા મળીને સંગીત સમારોહ આનંદ પૂર્વક માણ્યો હતો.
એકબોટે મહિલા કલાકાર તરીકે ઉપસ્થિતરહ્યા હતા. જેઓએ તેમની છ વરસની ઉંમરથીજ ક્લાસિકલ
સંગીતની ઉપાસના શરૃ કરી હતી. તેમના દાદા, પિતાશ્રી, ભાઈ અને કાકા ના સહવાસથી અને પ્રેરણા તથા સૌના
આશિર્વાદથી સંગીતની આરાધના થકી એક ઊભરતા કલાકાર તરીકે પ્રર્સદ્ધિ મેળવી છે.


શ્રી પ્રતાપ રીજાલ એ ખબુ જ જાણીતું નામ અહીના સંગીત વર્તુળમાં છે. તેઓએ તેમના ભાઈ પાસેથી તાલીમ
મેળવી ક્લાસિકલ મ્યઝીક ક્ષેત્રે પદાન પણ કર્યું હતું. . હાલમાં
ગઝલ તરફની વિવિધતા તેમના સંગીતમાંવણાયેલી જોવા મળે છે.
શ્રી હેમંતભાઈ એકબોટે એ તેમના પિતાશ્રી પાસે તાલીમ શરૂઆતથી લીધી હતી.ત્યાર બાદ એમ. એસ. યુનિવર્સિટીમાથી
માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી. રેટડયો આસિસ્ટન્ટથી લઈને વિવિધ સંગીતકારેા,ગીતકરો, કલાકારો સાથે તબલા ઉપર સંગીત કરી
ખબુ જ નામના મેળવી. હતી. પિતા શ્રી,ભાઈ, દીકરી, દીકરો આમ સમગ્ર કુટુંબીજનો સંગીતને સમર્પીત સેવા આપે
છે.


આજે આવા સમૃધ્ધ કલાકાર ગ્રપૂ ની તેજસ્વીતા માણવા મળતા સૌ સભ્યો આનંદ અને ઉત્સાહથીઝૂમી ઉઠયા હતા. .
પ્રારંભમાં શ્રીમતી જાગૃતી શાહે સૌનેઆવકાર આપી વેલેન્ટાઇન ડેની શભેચ્છા પાઠવી હતી.
શ્રી નરેશ પટેલ દ્વારા સૌ કલકારોનો પરિચય કરવી બિરદાવવામાં આવ્યા હતા.સાંસ્કૃતિક મંડળના કાર્યકર્તા અને મિત્રો
શ્રી જીતુપટેલ, સુભાષ ભટ્ટ, મીના પટેલ, સ્મીતાબેન, અરર્વિંદ પટેલ, સાર્થવ શાહ, અમતૃ પટેલ, જય શાહ ,
સહુાશ પટેલ ના સાથ સહકાર થકી આ પ્રોગ્રામ સફળ બન્યો હતો. . સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
આજની આ સંગીત સંધ્યામાં ગીત, ગઝલ નેખબુજ દાદ મળી . હતી. સાથે સાથેકલાકારોએ પણ પ્રશંસા મેળવી હતી.
સન્માન પૂર્વક કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ‘કહી દીપ જલે, , ઇન આંખો કી મસ્તી ,
, જિંદગી ઔર કુછ નહીં , , આજા સનમ, બહારો ફૂલ બરસાઓ, જનક
જનક તોરી બાજે પાયલીયા, હમે ઔર જીનેકી . જેવા સુમધુર ગાયનો સાથે
સાથે ગરબાની મોજ પણ સૌએ માણી હતી.
અભાર વિધિનો ભાર શ્રી અરર્વિંદ પટેલે સહર્ષ સ્વીકાયો હતો.પ્રીતી ભોજન પણ એક અનેરું આકષવણ બની રહ્યું હતું
શબ્દાંકન અને તસ્વીરાે નું સૌજન્ય પત્રકાર શ્રી હર્ષદ શાહ . યોરબા બ્રલન્ડા, કેબ્રલફોર્નિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: