અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધા સાઉથ MMTH ભવનમાં સ્થળાંતરિત

અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો અંતર્ગત મુસાફરોની સરળ અવરજવર અને પ્રીમિયમ પાર્કિંગ સુવિધા સુધી સુવિધાજનક પહોંચ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી એલિવેટેડ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં સ્ટેશનના પુનર્વિકાસના આગામી તબક્કા અંતર્ગત ઉત્તર મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (North MMTH) ના નિર્માણ કાર્યો પ્રગતિ પર છે. આ નિર્માણ પ્રવૃત્તિઓને સુચારુ રૂપે સંચાલિત કરવા માટે એલિવેટેડ રોડને બંધ કરવામાં આવ્યો છે.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, એલિવેટેડ રોડ સંબંધિત પાર્કિંગ સુવિધાઓને હવે દક્ષિણ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (South MMTH) ભવનમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પાર્કિંગ માટે દક્ષિણ MMTH ભવનમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરે.
અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ તેને આધુનિક અને વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આગામી નોર્થ MMTH તથા પહેલેથી વિકસિત સાઉથ MMTHના માધ્યમથી મુસાફરોને બહેતર સુવિધાઓ, સરળ કનેક્ટિવિટી, અદ્યતન પાર્કિંગ વ્યવસ્થા તથા વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ ઉપલબ્ધ થશે. આ વ્યવસ્થાઓ સ્ટેશનને અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને મુસાફર-કેન્દ્રિત સુવિધાઓથી સજ્જ કરવાની વ્યાપક યોજનાનો ભાગ છે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પુનર્વિકાસ કાર્ય દરમિયાન રેલવે પ્રશાસનને સહયોગ આપે તથા સ્ટેશન પરિસરમાં લગાવવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
