WhatsApp Happy New Year 2026 Stickers: નવું વર્ષ (New Year) આવી રહ્યું છે. વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ વર્ષ 2026 ના સ્વાગત માટે તૈયાર છે. આવી સ્થિતિમાં દર વર્ષની જેમ ફરી એક પ્રશ્ન ઊભો થાય છે કે, નવા વર્ષની શુભેચ્છા (Greetings) કેવી રીતે આપવી? એ જ જૂનું ‘Happy New Year’ લખવું કે કોઈનો લાંબો મેસેજ કોપી-પેસ્ટ (Copy-Paste) કરવો? સાચું માનો, હવે તેમાં પહેલા જેવી મજા રહી નથી.
અહીં કામ આવે છે વોટ્સએપનો નવો જુગાડ. આ વખતે પ્લેટફોર્મે ખાસ Happy New Year 2026 Sticker Pack લોન્ચ કર્યું છે, જે તમારી શુભેચ્છાઓને વધુ રંગીન અને મજેદાર બનાવી દેશે. શબ્દોની જગ્યાએ હવે નાચતા કાર્ટૂન, ચમકતા ફુગ્ગા અને આતશબાજી જોવા મળશે.
આ સ્ટિકર પેકને ખાસ ‘પાર્ટી મૂડ’ (Party Mood) ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં વોટ્સએપના જાણીતા કેરેક્ટર્સ પાર્ટી હેટ્સમાં જોવા મળે છે. ક્યાંક રંગબેરંગી ફુગ્ગા છે, ક્યાંક આતશબાજીની ચમક, તો ક્યાંક મોટા અક્ષરોમાં ‘2026’ લખેલું છે.
સૌથી સારી વાત એ છે કે કેટલાક સ્ટિકર્સ એનિમેટેડ (Animated) છે, એટલે કે તે ચેટમાં મૂવમેન્ટ કરતા જોવા મળશે. વળી, આ સ્ટિકર્સની સાઈઝ નાની રાખવામાં આવી છે, જેથી જો ઈન્ટરનેટ સ્લો (Slow Internet) હશે તો પણ તે ઝડપથી ડાઉનલોડ થઈ જશે.
તમારે આના માટે કોઈ અલગ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. બધું વોટ્સએપની અંદર જ ઉપલબ્ધ છે. બસ આ સ્ટેપ્સ (Steps) ફોલો કરો:
જો તમે લેપટોપ એટલે કે WhatsApp Web નો ઉપયોગ કરી રહ્યા છો, તો રીત વધુ સરળ છે. જો તમે તમારા મોબાઈલમાં આ સ્ટિકર્સ ડાઉનલોડ કરી લીધા હશે, તો તે લેપટોપ પર આપમેળે Sync થઈ જશે. તમારે ફરીથી મહેનત કરવાની જરૂર નથી. જેવું તમે ફોનમાં ડાઉનલોડ કરશો, તે તમારા ડેસ્કટોપ એપ કે વેબ વર્ઝન પર દેખાવા લાગશે.
તો આ વખતે જૂની રીતોને કહો બાય-બાય અને આ નવા એનિમેટેડ સ્ટિકર્સ સાથે 2026 ની ઉજવણી કરો!
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…