Gujarat Development

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, VCEને હવે કામગીરી દીઠ ઓછામાં ઓછા રૂ.20 મળશે

VCE News | મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) તરીકે કાર્ય કરતા યુવાઓને મોટી રાહત આપી છે. હવેથી, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે આ VCE યુવાઓને ન્યુનતમ ₹20 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના માધ્‍યમથી શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય કક્ષાએ પણ ઇ-સેવાઓ મળી રહે તે હેતુથી અમલમાં મુકાયેલી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત VCE દ્વારા ગ્રામજનોને મહત્વની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો દ્વારા અપાતી મુખ્ય સેવાઓ:

  • 7/12, 8-અ અને હકકપત્રની નકલ

  • ખેડુત રજીસ્ટ્રેશન

  • વિવિધ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી

  • જન્મ-મરણના દાખલા

  • આવકનું પ્રમાણપત્ર

  • રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવાના ફોર્મ ભરવા જેવી અનેક સેવાઓ.

આ નિર્ણયથી VCE તરીકે કાર્ય કરતા યુવાનોની મહેનતને પૂરતું વળતર મળી રહેશે અને ગ્રામ્ય કક્ષાએ ઇ-સેવાઓનો વ્યાપ વધારવામાં પ્રોત્સાહન મળશે.

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

7 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

9 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

10 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

10 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

11 hours ago