Uttarardha Mahotsav 2026 | મહેસાણા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર (Modhera Sun Temple) ખાતે આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’ (Uttarardha Mahotsav 2026) નો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ સાંસ્કૃતિક મહોત્સવ (Cultural Festival) નું આયોજન કરવામાં આવ્યું છે.
કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ
સૂર્યની ઉત્તર તરફની ગતિના અવસરે યોજાતો આ મહોત્સવ શિયાળાની વિદાય અને લાંબા થતા દિવસોના સ્વાગતનું પ્રતીક છે. 17 અને 18 જાન્યુઆરીના રોજ સાંજે 06:30 વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં દેશભરના ખ્યાતનામ કલાકારો પ્રાચીન સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં પોતાની કલાના કામણ પાથરશે.
પ્રથમ દિવસની પ્રસ્તુતિ (17 જાન્યુઆરી): આજે ઓડીસી (Odissi), ભરતનાટ્યમ (Bharatanatyam), કથ્થક (Kathak), મણીપુરી અને કુચિપુડી જેવા શાસ્ત્રીય નૃત્યો (Classical Dances) દ્વારા ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરવામાં આવશે. રમીન્દર ખુરાના, મીનાક્ષી શ્રીયન અને માયા કુલશ્રેષ્ઠા જેવા કલાકારો મંચ ગજવશે.
બીજા દિવસની પ્રસ્તુતિ (18 જાન્યુઆરી): આવતીકાલે કથકલી (Kathakali), સતરીયા (Sattriya) અને ઓડીસી નૃત્યના મનોહર દ્રશ્યો જોવા મળશે. મનિકંદન એ., ખુશ્બુ પંચાલ અને ડૉ. ડિમ્પલ સાઇકિયા સહિતના કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરશે.
વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન
જિલ્લા કલેક્ટર (District Collector) એસ. કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સુરક્ષા (Security), બેઠક વ્યવસ્થા અને વીજળી જેવી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી છે. ઐતિહાસિક સૂર્યમંદિરના સભા મંડપ અને કુંડ પાસે રોશનીના શણગાર સાથે કલા રસિકો માટે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
સૂર્યમંદિર: સ્થાપત્ય અને જ્ઞાનનું પ્રતીક
મોઢેરાનું સૂર્યમંદિર તેના અદભૂત ઇજનેરી કૌશલ્ય (Engineering Skill) અને જ્યોતિષીય ગણતરીઓ માટે જાણીતું છે. આવા પવિત્ર સ્થળે શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિ ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાને વૈશ્વિક ફલક પર વધુ મજબૂત બનાવે છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…