World

અરબી સમુદ્રમાં ઈરાનનું ‘શેડો ફ્લીટ’ જહાજ ઝડપાયું, અમેરિકાની નાકાબંધી તોડવાનો પ્રયાસ નિષ્ફળ

US Intercepts Ship | અરબી સમુદ્ર (Arabian Sea) માં અમેરિકી નૌકાદળ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (US Central Command) એ શનિવારે (25 April 2026) ના રોજ ઈરાન (Iran) પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા ‘સેવાન’ (Sevan) નામના વેપારી જહાજને ઝડપી પાડ્યું છે.

અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, આ જહાજ ગેરકાયદેસર રીતે ઓઈલ અને ગેસની હેરાફેરી કરતા ‘શેડો ફ્લીટ’ (Shadow Fleet) નો એક ભાગ છે.

અમેરિકી સુરક્ષા એજન્સીઓના મતે ‘શેડો ફ્લીટ’ એ 19 જહાજોનો સમૂહ છે, જે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં ઈરાનથી અબજો ડોલરનું ઓઈલ અને પ્રોપેન જેવી સામગ્રી વિદેશી બજારોમાં પહોંચાડે છે.

આ ઓપરેશન યુએસ નૌકાદળના ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર યુએસએસ પિંકની (USS Pinkney) દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. યુએસ નેવીના હેલિકોપ્ટરે જહાજને આંતરીને સૂચનાઓનું પાલન કરવા મજબૂર કર્યું હતું.

નોંધનીય છે કે અમેરિકાએ ઈરાનના આર્થિક સ્ત્રોતોને રોકવા માટે કડક નાકાબંધી કરી છે. અત્યાર સુધીમાં ‘શેડો ફ્લીટ’ ના અંદાજે 37 જહાજોને અટકાવીને રીડાયરેક્ટ કરવામાં આવ્યા છે. આ તાજી કાર્યવાહીને પગલે મધ્ય-પૂર્વ (Middle East) માં તણાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago