World

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીનને ‘નરક’ કહીને વિવાદ છેડ્યો

Trump India china Controversy | અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક લાંબો પત્ર પોસ્ટ કરીને અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી (Immigration Policy) અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા છે. આ પત્રમાં તેમણે ભારત અને ચીન માટે ‘હેલહોલ’ (Hellhole) એટલે કે ‘નરક’ જેવા શબ્દોનો પ્રયોગ કરીને નવી ચર્ચા જગાવી છે.

બર્થરાઈટ સિટિઝનશિપ પર નિશાન: ટ્રમ્પના પત્રનો મુખ્ય મુદ્દો જન્મના આધારે મળતી નાગરિકતા (Birthright Citizenship) છે. ટ્રમ્પનું કહેવું છે કે આ નીતિનો વિદેશીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે લખ્યું છે કે, “અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને ત્યારબાદ તેઓ ભારત, ચીન કે પૃથ્વી પરના અન્ય કોઈ ‘નરક’ માંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે.” ટ્રમ્પ આ પ્રક્રિયાને રોકવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે અને તેમણે આ મુદ્દે રાષ્ટ્રીય મતદાન (National Referendum) કરાવવાની પણ માંગ કરી છે.

ભારતીય ટેક પ્રોફેશનલ્સની ચિંતામાં વધારો: ટ્રમ્પે માત્ર નાગરિકતા જ નહીં, પરંતુ રોજગારીના મુદ્દે પણ ઝેર ઓક્યું છે. તેમણે કેલિફોર્નિયાના ટેક સેક્ટર (California Tech Sector) પર નિશાન સાધતા કહ્યું કે ત્યાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે, જે અમેરિકાના મૂળ નિવાસીઓ માટે તકો મર્યાદિત કરી રહ્યું છે. જો ટ્રમ્પ એચ-1બી વિઝા (H-1B Visa) કે વર્ક પરમિટના નિયમોમાં વધુ કડક ફેરફારો કરે, તો કેલિફોર્નિયાની સિલિકોન વેલી (Silicon Valley) માં કાર્યરત લાખો ભારતીયોની નોકરીઓ જોખમમાં આવી શકે છે.

સરકારી સુવિધાઓ અને સંગઠનો પર પ્રહાર: ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે બિનદસ્તાવેજી ઇમિગ્રન્ટ્સ (Undocumented Immigrants) અમેરિકાના ટેક્સપેયર્સના પૈસાથી ચાલતી આરોગ્ય સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો ગેરકાયદેસર લાભ ઉઠાવી રહ્યા છે. વધુમાં, તેમણે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) ને ‘ગુનેગાર સંસ્થા’ ગણાવી છે અને તેમની સામે RICO હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભારત પર શું અસર થઈ શકે?: ટ્રમ્પના આ આક્રમક વલણથી અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ડરનો માહોલ છે. જો બર્થરાઈટ સિટિઝનશિપ રદ થાય અને ‘ચેઈન ઇમિગ્રેશન’ (Chain Immigration) પર પ્રતિબંધ લાગે, તો હજારો ભારતીય પરિવારો વિખૂટા પડી શકે છે. ટ્રમ્પની આ ‘અમેરિકા ફર્સ્ટ’ (America First) નીતિ ભારતીય અર્થતંત્ર અને વિદેશમાં વસતા ભારતીયો માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago