Surendranagar Bus Accident | અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (National Highway) પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે આવેલી હડાળા બોર્ડ નજીક આજે એક ખાનગી લક્ઝરી બસ (Private Luxury Bus) પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાસ્થળે બચાવ કામગીરી મળતી માહિતી મુજબ, આ બસ અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા (Lost Control) બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. જાણ થતા જ સાયલા, ચોટીલા અને ડોળિયા લોકેશનની ત્રણ 108 એમ્બ્યુલન્સ (Ambulance) તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
ગંભીર ઈજાગ્રસ્તો રાજકોટ રિફર તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર (First Aid) માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ (Government Hospital) માં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 9 મુસાફરોની ઈજા વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર (Refer) કરવામાં આવ્યા છે.
બે દિવસમાં 39 લોકો ઈજાગ્રસ્ત ચિંતાજનક બાબત એ છે કે સાયલા પંથકમાં છેલ્લા બે દિવસમાં આ બીજી મોટી અકસ્માતની ઘટના છે. હાઈવે પર વધી રહેલા અકસ્માતોને (Road Accidents) કારણે મુસાફરોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. છેલ્લા 48 કલાકમાં અલગ-અલગ બે બસ અકસ્માતોમાં કુલ 39 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ સ્થાનિક પોલીસે (Local Police) આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…