World

Video: સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો સામસામે અથડાઈ, 39 લોકોના કરૂણ મોત

Spain Train Accident | દક્ષિણ સ્પેન (Southern Spain) માં એક હૃદયદ્રાવક રેલ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કોર્ડોબા (Cordoba) પ્રાંતના આદમૂઝ પાસે બે હાઈ-સ્પીડ ટ્રેનો (High-Speed Trains) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે અને 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

માહિતી મુજબ, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ (Derail) હતી અને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. સ્પેનિશ રેલ ઓપરેટર ADIF એ પુષ્ટિ કરી છે કે બંને ટ્રેનોમાં મળીને અંદાજે 500 મુસાફરો સવાર હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે અનેક ડબ્બાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ઈમરજન્સી સેવાઓ (Emergency Services) અને સિવિલ ગાર્ડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અનેક મુસાફરો હજુ પણ ટ્રેનના ડબ્બાઓમાં ફસાયેલા હોવાનું મનાય છે, જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) ચાલી રહ્યું છે. ઘાયલોને સારવાર માટે છ અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને મેડ્રિડની હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

આ અકસ્માતને કારણે મેડ્રિડ અને અંડાલૂસિયા વચ્ચેની તમામ હાઈ-સ્પીડ રેલ સેવાઓ હાલ પૂરતી સ્થગિત (Suspended) કરી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર માર્ગમાં રહેલી અન્ય ટ્રેનોને પરત મોકલી દેવાઈ છે. રેડ ક્રોસ (Red Cross) દ્વારા સ્થળ પર એમ્બ્યુલન્સ અને જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે.

Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

6 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

6 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

8 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

9 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

9 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

9 hours ago