Gujarat

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં: ધોરણ 7ના મોનિટર પર 3 વિદ્યાર્થીઓનો હુમલો, બ્લેડથી…

Seventh Day School Controversy | અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) એક વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે શાળાના પરિસરમાં જ ધોરણ 7 ના એક નિર્દોષ વિદ્યાર્થી સાથે ત્રણ વિદ્યાર્થીઓએ મળીને હિંસક મારામારી (Fight) કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે હવે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાતા તંત્ર દોડતું થયું છે.

શુ છે સમગ્ર મામલો?
પોલીસ ફરિયાદ મુજબ, ભોગ બનનાર કાર્તિક (નામ બદલેલ છે) તેના ક્લાસનો મોનિટર (Monitor) છે. શાળા છૂટતી વખતે વિદ્યાર્થીઓ લાઇનબદ્ધ (In queue) રીતે બહાર નીકળે તે માટે તે નિર્દેશ આપી રહ્યો હતો. આ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ શિસ્તનું પાલન ન કરતા હોવાથી મોનિટરે તેમને ટોક્યા હતા. આ બાબતની અદાવત રાખીને બીજા દિવસે જ્યારે મોનિટર વોશરૂમ (Washroom) તરફ જઈ રહ્યો હતો, ત્યારે ત્રણેય વિદ્યાર્થીઓએ તેને ઘેરી લીધો હતો.

હુમલાખોર વિદ્યાર્થીઓએ કાર્તિકનો કોલર પકડી, બ્લેડ (Blade) વડે તેના શર્ટના બટન તોડી નાખ્યા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી મારામારી કરી હતી.

DEOએ નોટિસ ફટકારી : આ ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ શહેર ડીઈઓ (DEO) એ લાલ આંખ કરી છે. શાળામાં પ્રિન્સિપાલ (Principal) અને એડમિન હેડ (Admin Head) ની બેદરકારી સામે આવતા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ પૂછવામાં આવ્યું છે કે, આવી બેદરકારી બદલ તેમને નોકરીમાંથી કેમ કાઢી ન મૂકવા? હાલ આ સમગ્ર કેસની તપાસ અમરાઈવાડી પોલીસ (Amraiwadi Police) ચલાવી રહી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ : નોંધનીય છે કે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હાલ સરકાર હસ્તક છે, તેમ છતાં ધોરણ 7 ના નાના બાળકો વચ્ચે થયેલી આ હિંસક ઘટનાએ વાલીઓમાં ભારે રોષ અને ચિંતા (Worry) જગાવી છે. શાળામાં શિસ્ત (Discipline) અને સુરક્ષાના અભાવે વાલીઓ હવે પોતાના બાળકોને મોકલતા ડરી રહ્યા છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

16 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

16 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago