World

સાઉદીએ અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર કરી હતી સીક્રેટ એર સ્ટ્રાઈક

Saudi Arabia attacked Iran during war | ઈરાન (Iran) અને અમેરિકા (America) વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધી પડદા પાછળ રહેલા સાઉદી અરેબિયાએ (Saudi Arabia) મોટું પગલું ભર્યું હોવાના અહેવાલ છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સના (Reuters) સનસનીખેજ રિપોર્ટ મુજબ, સાઉદી એરફોર્સે (Saudi Arabia Air Force) માર્ચ મહિનાના અંતમાં ઈરાનની ધરતી પર ગુપ્ત હવાઈ હુમલા (Air Strikes) કર્યા હતા. આ હુમલા એટલા ગુપ્ત હતા કે દુનિયાને તેની ભણક પણ લાગી નહોતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલાઓ સાઉદી અરેબિયા પર થયેલા ડ્રોન (Drone) અને મિસાઈલ (Missile) હુમલાના વળતા પ્રહાર તરીકે કરવામાં આવ્યા હતા.

માર્ચના છેલ્લા અઠવાડિયામાં જ્યારે ઈરાન ખાડી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને (Military Bases) નિશાન બનાવી રહ્યું હતું, ત્યારે સાઉદીએ પોતાની સુરક્ષા માટે આ આક્રમક વલણ અપનાવ્યું હતું.

આંકડાકીય રીતે જોઈએ તો, 25 થી 31 માર્ચ વચ્ચે સાઉદી પર 105 થી વધુ હુમલા થયા હતા, જે સાઉદીના વળતા પ્રહાર બાદ 1 થી 6 એપ્રિલ દરમિયાન ઘટીને માત્ર 25 રહી ગયા હતા.

સાઉદી ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત (UAE) પર પણ ઈરાન વિરુદ્ધ આવી જ ગુપ્ત કાર્યવાહી કરવાના આરોપો લાગ્યા છે. જોકે, બંને દેશોના વિદેશ મંત્રાલયે (Foreign Ministry) હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ ખુલાસાથી સાબિત થાય છે કે પશ્ચિમ એશિયામાં (West Asia) હવે યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

Chief Editor

Recent Posts

વ્યવસાયોમાં દીકરીઓના વારસાઈ હક્કોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં

શું દીકરીઓ તેમના પિતાના જીવનકાળ દરમિયાન કૌટુંબિક સંપત્તિમાં હિસ્સો માંગી શકે છે? લક્ષ્મી વેણુએ બુધવારે…

2 hours ago

કડક સુરક્ષા વચ્ચે કાર્તિગાઈ દીપમ પ્રગટાવાયો

સશસ્ત્ર CRPF જવાનોની કડક સુરક્ષા અને 'વેત્રીવેલ, વીરાવેલ' (ભગવાન મુરુગનના ભાલાનો વિજય થાઓ, ભગવાનના પરાક્રમી…

3 hours ago

फ्रिमोंट में INSAF का थैंक्सगिविंग कार्यक्रम आयोजित, 12 वर्षीय जील ने गीतों से जीता सभी का दिल

कैलिफोर्निया के बे एरिया स्थित INSAF (इंडो अमेरिकन सीनियर्स एसोसिएशन, फ्रिमोंट) की ओर से दिवाली…

1 day ago

ફ્રિમોન્ટમાં INSAFનો થેન્ક્સગિવિંગ કાર્યક્રમ યોજાયો, 12 વર્ષની જીલના ગીતોએ સૌનાં દિલ જીત્યાં

INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી…

2 days ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

2 days ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

2 days ago