Gujarat Development

સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા: UN એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદી


સ્ટેચ્યુ ઓફ યુનિટી / ગુજરાત, 6 ડિસેમ્બર 2025: સરદાર @150 યુનિટી માર્ચના ભવ્ય સમાપન સમારંભમાં વૈશ્વિક સ્તરની પ્રતિષ્ઠિત પ્રતિભા એવા યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદીએ હાજરી આપી સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ડૉ. ઈવાન્સ અફેદીએ ભારતના 562થી વધુ દેશી રજવાડાંઓને એક કરીને ભારતને રાષ્ટ્રીય એકતાની અખંડિત ઓળખ આપનાર આયર્ન મેન ઓફ ઇન્ડિયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રત્યે તેમણે ઊંડો આદર વ્યક્ત કર્યો. તેમણે સરદાર સાહેબને અંજલિ આપતા કહ્યું કે, લોહપુરૂષ સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે. આજના સમારંભમાં ઉમટી પડેલા યુવાનો, એકતાના નારા, ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ અને અવિરત દેશપ્રેમે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરે છે.

ડૉ. ઈવાન્સ અફેદીએ કહ્યું કે, ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત યુનિટી માર્ચ માત્ર સરદાર વલ્લભભાઈની સ્મરણયાત્રા નથી, પરંતુ યુવાનોના હૃદયમાં દેશભક્તિની જ્યોત જગાવતી અનોખી તીર્થયાત્રા છે. તેમણે વધુ ઉમેર્યું કે, યુવાનોનો આ ઉમળકો ભારતના ભવિષ્યને શક્તિ આપે છે, અને આ અભિયાન એકતા, અનુશાસન અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને નવી પેઢીને વારસામાં અર્પે છે. સરદાર પટેલના આદર્શ વિચારો વિશ્વની એકતા અને શાંતિ માટે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે.

બોક્સ મેટર — Dr Evans Afedi’s Quote

સરદાર @150 યુનિટી માર્ચના સમાપન સમારોહના સાક્ષી બનવું મારા માટે ગૌરવની વાત છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનથી હું અત્યંત પ્રભાવિત થયો છું. રાષ્ટ્રીય એકતા પ્રત્યે સરદાર સાહેબનો અડગ વિશ્વાસના કારણે 562થી વધુ દેશી રજવાડાઓને એક કરી શક્યા અને અખંડ ભારતના નિર્માણ જેવી ઐતિહાસિક ઘટનાને વૈશ્વિક ઇતિહાસમાં અનોખું સ્થાન અપાવ્યું છે. આજે અહીં ઉપસ્થિત યુવાનોમાં મેં સરદાર પટેલનો જ આત્માવિશ્વાસ અનુભવ્યો. સરદાર પટેલ માત્ર ભારતના નેતા નથી પણ તેઓ સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે.
— યુનાઇટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદી

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

7 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

8 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

10 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

10 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

10 hours ago