National

રૈપિડો ડ્રાઇવરની શરમજનક કરતૂત: યુવતીને ડ્રોપ કર્યા બાદ મોકલ્યા અશ્લીલ મેસેજ, પૂછ્યું- ‘એકલી રહે છે?’

Rapido Driver Misconduct | ગાઝિયાબાદ (Ghaziabad) માં એક યુવતી સાથે બનેલી ઘટનાએ ઓનલાઇન રાઈડ-હેલિંગ સર્વિસ (Ride-hailing service) નો ઉપયોગ કરતી મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે લોકો રિક્ષા કે ટેક્સી કરતા બાઇક રાઇડિંગ (Bike Riding) ને ઝડપી અને સુરક્ષિત માનતા હોય છે, પરંતુ આ કિસ્સામાં રેપિડો (Rapido) ના એક ડ્રાઇવર દ્વારા ગ્રાહકની અંગત વિગતોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત યુવતીએ તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. યુવતીના જણાવ્યા અનુસાર, તેણે ઓફિસ કે અન્ય કામ માટે રેપિડો બુક કરી હતી. ડ્રાઇવરે તેને નિર્ધારિત સ્થળે સુરક્ષિત રીતે ડ્રોપ તો કરી દીધી, પરંતુ તે પછી જે થયું તે અત્યંત ચોંકાવનારું હતું. રાઇડ પૂરી થયાના થોડા સમય બાદ, ડ્રાઇવરે યુવતીના પર્સનલ નંબર (Personal Number) પર મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીનશૉટ્સ (Screenshots) મુજબ, ડ્રાઇવરે પહેલા પૂછ્યું, “ઓળખી નહીં? હમણાં જ તને ડ્રોપ કરીને આવ્યો છું.” જ્યારે યુવતીએ પૂછ્યું કે શું તે રેપિડો ડ્રાઇવર છે, ત્યારે તેણે હા પાડી અને યુવતીના દેખાવ પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. તેણે મેસેજમાં લખ્યું કે, “તું ઘણી ક્યૂટ (Cute) લાગતી હતી અને ટ્રેડિશનલ કપડાં તારા પર ઘણા શોભતા હતા.” ડ્રાઇવરની હિંમત એટલી વધી ગઈ કે તેણે અત્યંત અંગત સવાલો પૂછવાનું શરૂ કર્યું, જેમાં તેણે પૂછ્યું કે “શું તું ઘરે એકલી જ રહે છે?” અને તેને બીજા દિવસે સાંજે 4:00 વાગ્યે મળવા માટેનું દબાણ પણ કર્યું.

આ ઘટનાથી ગભરાઈ ગયેલી યુવતીએ તરત જ તે નંબર બ્લોક (Block) કરી દીધો અને આ સમગ્ર મામલે ઓનલાઇન અવાજ ઉઠાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયો અને અત્યાર સુધીમાં આશરે 380.6 હજાર લોકોએ તેને લાઇક કર્યો છે. ઘણા યુઝર્સે આને ‘કસ્ટમર કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન’ (Customer Contact Information) નો ગંભીર દુરુપયોગ અને મહિલાઓની પ્રાઇવસી (Privacy) પર તરાપ ગણાવી છે.

આ મામલે રેપિડો કંપનીએ પણ પ્રતિક્રિયા આપી છે. કંપનીએ ઓફિશિયલ કમેન્ટ (Official Comment) કરીને યુવતીની માફી માંગી છે અને જણાવ્યું છે કે આ પ્રકારનું વર્તન બિલકુલ અસ્વીકાર્ય છે. કંપનીએ તપાસ માટે રાઇડ આઇડી (Ride ID) માંગી છે જેથી કરીને તે ડ્રાઇવર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકાય. સોશિયલ મીડિયા પર આ મુદ્દે બે પક્ષો પડી ગયા છે, જેમાં કેટલાક લોકો આને ગંભીર સુરક્ષા ખતરો ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક આને સામાન્ય વાત ગણી રહ્યા છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિનું રૂપ ધારણ કરી શકે છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago