Categories: NRG

USA: વર્જીનીયાના હેમ્પટન હિન્દુ મંદિરમાં શ્રી રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરાઇ

ભારતમાં અયોધ્યા (Ayodhya) ખાતે ૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના પવિત્ર દિવસે જેની આતુરતાથી રાહ જોવાતી હતી, તે શ્રી રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો હતો. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે અમેરિકાના (USA) વર્જીનીયામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વર્જીનીયાના હેમ્પટન રોડ (Hampton Road) ખાતે ૨૦મી જાન્યુઆરીએ સ્થાનિક હિન્દુ ટેમ્પલ (Hindu Temple) ખાતે અયોધ્યાથી આવેલી પવિત્ર ધજા સાથે ભવ્ય રેલીનું (Rally) આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને ‘જય શ્રી રામ’ ના ગુંજતા નારાઓ સાથે ધ્વજની સ્થાપના કરવામાં આવી હતી.

આ ખાસ પ્રસંગે (Occasion) હિન્દુ મંદિરમાં ‘સુંદરકાંડ’ (Sundarkand) પાઠનું સુંદર આયોજન સેક્રેટરી શ્રી મનન શાહની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. સંગીતકાર નિમેષભાઈએ મધુર સંગીત (Music) પીરસ્યું હતું, જ્યારે શ્રી જયેશભાઈ શાહે પોતાના કર્ણપ્રિય અવાજથી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ કાર્યક્રમમાં વિનયભાઈ, સંજયભાઈ, મયંકભાઈ, પિયુષા ગજ્જર અને ચારૂબેન પટેલે પણ સહકાર આપ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેલા તમામ દર્શનાર્થીઓએ ભાવપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

( તસ્વિર અને માહિતી સૌજન્ય:- કાંતિભાઈ મિસ્ત્રી. અમેરીકા )

Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

2 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

3 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

4 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

6 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

6 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

6 hours ago