Gujarat: In a major operation, the Gujarat ATS and Coast Guard foiled a drug trafficking attempt, seizing over 200 kg of drugs off the Porbandar coast. The consignment will be brought to the Porbandar jetty today, and two Iranian nationals involved in the trafficking have been arrested by the Gujarat ATS.
Porbandar Drugs Case | ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી (Drug Trafficking) કરવાના આંતરરાષ્ટ્રીય સ્મગલરોના મનસૂબા પર ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard) ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. એક સંયુક્ત ઓપરેશન (Joint Operation) માં પોરબંદરના દરિયાઈ વિસ્તારમાંથી અંદાજે 200 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે.
મધદરિયે સર્ચ ઓપરેશન : ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો એક મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે. આ માહિતીના આધારે કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી. પોરબંદરની દરિયાઈ સીમામાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતી એક ઈરાની બોટ (Iranian Boat) ને સુરક્ષા એજન્સીઓએ આંતરી હતી. બોટની તલાશી લેતા તેમાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું હતું.
ઈરાની કનેક્શન : પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નશીલા પદાર્થોનો જથ્થો ઈરાનથી લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે બોટમાં સવાર બે ઈરાની શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કોને પહોંચાડવાના હતા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટ (International Racket) ના તાર ક્યાં જોડાયેલા છે, તે દિશામાં એટીએસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ડ્રગ્સ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ : ગુજરાત સરકાર અને સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ સ્મગલિંગ (Drug Smuggling) સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી રહી છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું 1.74 લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ (Synthetic Drugs) એજન્સીઓએ પકડી પાડ્યું છે. વર્ષ 2025માં જ દક્ષિણ ગુજરાતની ગેરકાયદે ફેક્ટરીઓ પર દરોડા પાડીને કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોરબંદરની આ કાર્યવાહી સ્મગલરો માટે મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…