PCB u-turn | T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા મેદાનની બહાર ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. ભારત સામે મેચ ન રમવાની અને બહિષ્કાર (Boycott) કરવાની ધમકી આપનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ICC ના કડક વલણ સામે નમતું જોખવું પડ્યું છે.
શું હતો સમગ્ર વિવાદ?: T20 વર્લ્ડ કપમાં ભારત સામેની ગ્રુપ મેચને લઈને PCB દ્વારા અનેક શરતો મૂકવામાં આવી હતી. પાકિસ્તાન બોર્ડની વ્યૂહતનીતિ (Strategy) હતી કે જો તેમની શરતો નહીં સ્વીકારાય, તો તેઓ મેચનો બહિષ્કાર કરશે. આ દાવ પાછળ પાકિસ્તાનનો હેતુ વૈશ્વિક ક્રિકેટ (Global Cricket) માં પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો હતો.
ICC નું કડક વલણ અને એક્શન :
જ્યારે પાકિસ્તાને ધમકી આપી, ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ નમ્ર થવાને બદલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સ્પષ્ટ કરી દેવાયું કે શેડ્યૂલ (Schedule) માં કોઈ ફેરફાર થશે નહીં. જો પાકિસ્તાન મેચ નહીં રમે તો તેને ‘વોકઓવર’ (Walkover) ગણવામાં આવશે. નિયમોના ઉલ્લંઘન બદલ પાકિસ્તાન પર મસમોટો નાણાકીય દંડ (Financial Penalty) અને પોઈન્ટ્સ કાપવાની ચેતવણી અપાઈ.
પાકિસ્તાને કેમ લેવો પડ્યો યુ-ટર્ન?: પાકિસ્તાન બોર્ડ સમજી ગયું હતું કે ભારત સામે ન રમવાથી તેમને કરોડો રૂપિયાની બ્રોડકાસ્ટિંગ રેવન્યુ (Broadcasting Revenue) ગુમાવવી પડશે. આર્થિક રીતે નબળા PCB માટે ICC નું ફંડ બંધ થવું આત્મઘાતી સાબિત થઈ શકે તેમ હતું. આ આંતરરાષ્ટ્રીય દબાણ અને આર્થિક પાયમાલીના ડરથી પાકિસ્તાને માત્ર 48 કલાકમાં જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો.
હવે કોઈ પણ શરત વગર પાકિસ્તાન ભારત સામે મેચ રમવા તૈયાર થઈ ગયું છે, જે દર્શાવે છે કે વૈશ્વિક ક્રિકેટમાં ભારત અને ICC ના દબદબા સામે પાકિસ્તાનનું કોઈ જોર ચાલ્યું નથી.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…