Suicide Attack in Pakistan | પાકિસ્તાન (Pakistan) ના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) માં ફરી એકવાર આતંકવાદી હુમલાએ હાહાકાર મચાવ્યો છે. ડેરા ઈસ્માઈલ ખાન (Dera Ismail Khan) જિલ્લામાં એક શાંતિ સમિતિના સદસ્યના ઘરે લગ્ન સમારંભ (Wedding Ceremony) દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ (Suicide Blast) થયો હતો. આ ભીષણ હુમલામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ મહેમાનો ગંભીર રીતે ઘાયલ (Injured) થયા હોવાની પુષ્ટિ મળી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કુરેશી મોડ પાસે શાંતિ સમિતિના પ્રમુખ નૂર આલમ મહેસુદના નિવાસસ્થાને જ્યારે મહેમાનો નાચગાન કરી રહ્યા હતા, ત્યારે આ આત્મઘાતી હુમલો (Suicide Attack) થયો હતો. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રૂમની છત ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે બચાવકાર્ય (Rescue Operation) માં મોટી અડચણ ઉભી થઈ હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ 1122 ની ટીમો અને સાત એમ્બ્યુલન્સ (Ambulances) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક તપાસ મુજબ, મૃતકોમાં શાંતિ સમિતિના નેતા વહિદુલ્લા મહેસૂદ ઉર્ફે જીગરી મહેસૂદનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને પોલીસ અધિકારીઓ (Police Officers) પાસે રિપોર્ટ (Report) માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં શાંતિ સમિતિના સભ્યોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં પણ ચાર સભ્યોની હત્યા કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી (Cordon) કરી દેવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ (Security Agencies) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…