World

Operation Searchlight : 1971ના બંગાળી હિન્દુઓ પરના અત્યાચારને નરસંહાર જાહેર કરો

અમેરિકા (America) ની પ્રતિનિધિ સભામાં એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 1971 માં પાકિસ્તાની સેના (Pakistan Army) દ્વારા બંગાળી હિન્દુઓ વિરુદ્ધ આચરવામાં આવેલા અત્યાચારોને ‘નરસંહાર’ (Genocide) જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ઓહાયોના ડેમોક્રેટ સાંસદ ગ્રેગ લેન્ડ્સમેન (Greg Landsman) દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવમાં પાકિસ્તાની સેના અને તેના સહયોગી સંગઠન જમાત-એ-ઇસ્લામી (Jamaat-e-Islami) દ્વારા કરવામાં આવેલા માનવતા વિરુદ્ધના ગુનાઓની કડક નિંદા કરવામાં આવી છે.

શું હતું ઓપરેશન સર્ચલાઈટ?
25 માર્ચ 1971 ની રાત્રે પાકિસ્તાન સરકારે શેખ મુજીબુર રહેમાન (Sheikh Mujibur Rahman)ની ધરપકડ કરી અને પૂર્વ પાકિસ્તાનમાં ‘ઓપરેશન સર્ચલાઈટ’ (Operation Searchlight) નામે હિંસક દમન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં લાખો નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તત્કાલીન અમેરિકન મહાવાણિજ્ય દૂત આર્ચર બ્લડ (Archer Blood) એ વોશિંગ્ટનને મોકલેલા ટેલિગ્રામ (Telegram), જે ‘બ્લડ ટેલિગ્રામ’ (Blood Telegram) તરીકે ઓળખાય છે, તેમાં સ્પષ્ટપણે આ ઘટનાને ‘પસંદગીયુક્ત નરસંહાર’ ગણાવ્યો હતો.

હિન્દુઓને નિશાન બનાવી કરાઈ હત્યાઓ
આ પ્રસ્તાવમાં ઉલ્લેખ છે કે પાકિસ્તાની સેનાએ ખાસ કરીને લઘુમતી હિન્દુ (Hindu) સમુદાયને નિશાન બનાવ્યો હતો. આંકડા મુજબ, આ હિંસામાં અંદાજે 30,00,000 (30 લાખ) લોકોના મોત થયા હતા અને 4,00,000 (4 લાખ) મહિલાઓ પર દુષ્કર્મ (Rape) ગુજારવામાં આવ્યું હતું. બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓની સંગઠિત રીતે હત્યા કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી છે કે આ ઘટનાઓને યુદ્ધ અપરાધ (War Crimes) તરીકે માન્યતા આપવામાં આવે.

અમેરિકા પાસે ન્યાયની આશા
સાંસદ લેન્ડ્સમે (Greg Landsman)ને ભારપૂર્વક જણાવ્યું છે કે ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ સામૂહિક હત્યાઓ, જબરદસ્તી ધર્માંતરણ (Forced Conversion) અને દેશનિકાલ જેવી ઘટનાઓ માનવતા પર કલંક છે. આ પ્રસ્તાવ હવે વિદેશી બાબતોની સમિતિ (Foreign Affairs Committee) ને મોકલવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પસાર થાય છે, તો તે ૧૯૭૧ના પીડિતો માટે ન્યાયની દિશામાં મોટું પગલું ગણાશે અને પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ વધી શકે છે.

Chief Editor

Recent Posts

ઈઝરાયલના ‘લિટલ ઈન્ડિયા’ ગણાતા ડિમોના પર ઈરાનનો મિસાઈલ હુમલો

મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. ઈરાને…

52 minutes ago

ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરતા અમેરિકા લાલઘૂમ, તાત્કાલીક જળમાર્ગ ખોલો નહીં તો…’

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. અમેરિકા (America) અને ઈઝરાયલ (Israel) સાથેના સંઘર્ષ વચ્ચે…

3 hours ago

લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: અમેરિકા સુધી પહોંચી શકે છે પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ

અમેરિકાની ગુપ્તચર એજન્સી (Intelligence Agency)ના વડા તુલસી ગબાર્ડ (Tulsi Gabbard) દ્વારા પાકિસ્તાનના પરમાણુ હથિયારો (Nuclear…

3 hours ago

ગુજરાતમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો 3 ડિગ્રી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાત (Gujarat) માં હવે ગરમીનો પ્રકોપ ધીમે-ધીમે વધી રહ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) ની…

4 hours ago

સુરત ફેક કરન્સી કૌભાંડ: યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો

સુરત (Surat) માં સત્યમ યોગ ફાઉન્ડેશનની આડમાં ચાલતા બનાવટી ચલણી નોટ (Fake Currency) છાપવાના રેકેટમાં…

4 hours ago

ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી

Airlines Demand Fare Hike | જો તમે ફ્લાઈટમાં (Flight) મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા…

1 day ago