Iran Closed Strait of Hormuz
મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. અમેરિકા (America) અને ઈઝરાયલ (Israel) સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાને (Iran) વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને બંધ કરી દીધો છે.
આ જળમાર્ગમાંથી વિશ્વનો 20 ટકા ઓઈલ અને ગેસ (Oil & Gas) નો વેપાર પસાર થાય છે. ઈરાનના આ પગલાથી યુએઈ (UAE) અને બહેરીન (Bahrain) સહિત 22 દેશોએ સંયુક્ત નિવેદન જારી કરીને ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.
આ 22 દેશોએ આક્ષેપ કર્યો છે કે ઈરાન નિઃશસ્ત્ર કોમર્શિયલ જહાજો (Commercial Ships) પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
ઈરાની સેનાએ જળમાર્ગમાં માઈન્સ (Mines) બિછાવવાનું કામ પણ શરૂ કર્યું છે. જો આ જળમાર્ગ તાત્કાલીક ખોલવામાં નહીં આવે, તો વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેન (Supply Chain) ખોરવાઈ જશે અને આર્થિક સંકટ ઘેરું બનશે.
બીજી તરફ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (US Central Command) દ્વારા ઈરાન પર મોટા પાયે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. એડમિરલ બ્રૈડ કૂપરના જણાવ્યા અનુસાર, અમેરિકાએ અત્યાર સુધીમાં ઈરાનના 130 જહાજો સહિત 8,000 થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
દ્વિતીય વિશ્વ યુદ્ધ (World War 2) બાદ કોઈ નૌકાદળનો આટલો મોટો વિનાશ થયો હોય તેવી આ પ્રથમ ઘટના છે. સતત થઈ રહેલા હુમલાઓને કારણે ઈરાનની લડવાની ક્ષમતા (Combat Capacity) ઘટી રહી છે, તેમ છતાં જળમાર્ગ બંધ રહેતા વૈશ્વિક બજારમાં તેલની કિંમતો વધવાની ભીતિ સેવાઈ રહી છે.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ…
Driving Licence Norway | વિદેશમાં વસતા ભારતીયો માટે ત્યાંના સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ ઘણીવાર આશ્ચર્યજનક અને…
US Immigration | અમેરિકામાં રહેતા પ્રવાસીઓ (NRI) માટે ઘણીવાર પોતાના માતા-પિતાને મળવા માટે બોલાવવું ખુશીની…
Taliban Fighter Missile | અફઘાનિસ્તાનના હાલના માહોલ અને ત્યાંના કડક પ્રતિબંધો વચ્ચે સોશિયલ મીડિયા પર…
Army Chief Russia Visit | ભારતીય થલસેના પ્રમુખ (આર્મી ચીફ) જનરલ ધિરજ સેથનો રશિયાનો ત્રણ…
India Bangladesh MoU | બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકારે ભારત સાથે અગાઉ શેખ હસીના કાર્યકાળ દરમિયાન…