Gujarat Government News | ગાંધીનગર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના અધિકારીઓ અને ઇજારદારો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રી ગડકરીએ રસ્તાઓના નિર્માણ અને રિસર્ફેસિંગમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા અને નાગરિકોની સુવિધા-સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે, ગુણવત્તામાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહીં અને કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. તમામ કાર્યો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી હતી કે ગુજરાતના હાઇવે પર 35% થી વધુ ભારણ રહેતું હોવાથી તેનું યોગ્ય મરામત અને વિસ્તૃતિકરણ NHAI દ્વારા થતું રહે. મુખ્યમંત્રીની રજૂઆત પર ત્વરિત પ્રતિભાવ આપતા નીતિન ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સ માટે રૂ. 20,000 કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આપી હતી. તેમણે અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર અને અમદાવાદ-ઉદેપુર જેવા મહત્વના માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂરા કરવા પણ સૂચના આપી હતી.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…