National

એન્ટ્રી સમયે શંકા ગઈ… તલાશી લીધી તો અંડરગાર્મેન્ટ્સમાંથી મળ્યું સિમ કાર્ડ અને ગત વર્ષનું NEETનું પેપર

NEET Cheating Varanasi | રી-નીટ (RE-NEET) પરીક્ષા દરમિયાન વારાણસીના હરિશ્ચંદ્ર પીજી કોલેજ પરીક્ષા કેન્દ્ર પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કડક સુરક્ષા વચ્ચે જ્યારે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 22 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

આ દરમિયાન પરીક્ષા હોલમાં પ્રવેશતા પહેલા સુરક્ષા તપાસ દરમિયાન એક ઉમેદવારના અંડરગાર્મેન્ટ્સ (Undergarments) માં છુપાવેલી વસ્તુઓ મળી આવી હતી, જેમાં સિમ કાર્ડ (Sim Card) અને ગત વર્ષનું નીટનું પેપર હતું. આ ઘટના બાદ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આ કિસ્સો પ્રકાશમાં આવ્યા પછી પરીક્ષા કેન્દ્ર પર દોડધામ મચી ગઈ હતી અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે.

ચેકિંગ દરમિયાન શંકાસ્પદ લાગ્યો

વારાણસીના મેદાગીન વિસ્તારમાં આવેલી હરિશ્ચંદ્ર પીજી કોલેજ (Harishchandra PG College) ને નીટ યુજી (NEET-UG) પરીક્ષાનું સેન્ટર બનાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, પરીક્ષા માટે જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશ કરી રહ્યા હતા અને તે દરમિયાન જ્યારે ચેકિંગ ચાલી રહ્યું હતું, ત્યારે એક ઉમેદવારની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગી હતી. જ્યારે આ બાબતે શંકા ગઈ તો, પોલીસકર્મીઓએ વિદ્યાર્થીની ઝીણવટભરી તલાશી લીધી હતી. આ તપાસમાં તેના કપડામાંથી સિમ કાર્ડ અને નીટનું ગત વર્ષનું પેપર મળી આવ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કોઈ આધુનિક કોમ્યુનિકેશન ડિવાઇસ હોઈ શકે છે, જેનો ઉપયોગ ચોરી કરવા માટે થવાનો હતો.

પોલીસ કરી રહી છે પૂછપરછ

શંકાસ્પદ ઉમેદવારને રંગેહાથ ઝડપી લીધા બાદ વારાણસીની કોતવાલી પોલીસ તેને તરત જ પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. પોલીસે ઉમેદવાર પાસેથી મળેલા ડિવાઇસ અને પેપરને કબજે કરી લીધા છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કસ્ટડીમાં લેવાયેલા વિદ્યાર્થીની ઓળખ બલિયા જિલ્લાના રહેવાસી પ્રિન્સ દુબે (Prince Dubey) તરીકે થઈ છે.

Chief Editor

Recent Posts

વ્યવસાયોમાં દીકરીઓના વારસાઈ હક્કોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં

શું દીકરીઓ તેમના પિતાના જીવનકાળ દરમિયાન કૌટુંબિક સંપત્તિમાં હિસ્સો માંગી શકે છે? લક્ષ્મી વેણુએ બુધવારે…

2 hours ago

કડક સુરક્ષા વચ્ચે કાર્તિગાઈ દીપમ પ્રગટાવાયો

સશસ્ત્ર CRPF જવાનોની કડક સુરક્ષા અને 'વેત્રીવેલ, વીરાવેલ' (ભગવાન મુરુગનના ભાલાનો વિજય થાઓ, ભગવાનના પરાક્રમી…

2 hours ago

फ्रिमोंट में INSAF का थैंक्सगिविंग कार्यक्रम आयोजित, 12 वर्षीय जील ने गीतों से जीता सभी का दिल

कैलिफोर्निया के बे एरिया स्थित INSAF (इंडो अमेरिकन सीनियर्स एसोसिएशन, फ्रिमोंट) की ओर से दिवाली…

1 day ago

ફ્રિમોન્ટમાં INSAFનો થેન્ક્સગિવિંગ કાર્યક્રમ યોજાયો, 12 વર્ષની જીલના ગીતોએ સૌનાં દિલ જીત્યાં

INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી…

2 days ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

2 days ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

2 days ago