National

TCS જેવી ઘટના નાગપુરમાં: NGO ચીફ રિયાઝ ફાઝિલ HR હેડને બળજબરીથી ગળે લગાવી, માથા પર ચુંબન કરતો

Nagpur NGO director arrested for molesting |  મહારાષ્ટ્રમાં (Maharashtra) ટીસીએસ (TCS) નાસિકકાંડ જેવી જ એક ચોંકાવનારી ઘટના નાગપુરમાં (Nagpur) સામે આવી છે.

નાગપુરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બાળકો માટે કાર્યરત NGO  Universal Multipurpose Society ના ચીફ રિયાઝ ફાઝિલ કાઝી (Riyaz Fazil Kazi) પર અનેક યુવતીઓએ જાતીય શોષણ (Sexual Harassment) અને ધાર્મિક દબાણ લાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે.

આ મામલે મનકાપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ રિયાઝની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતા રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ પણ એનજીઓના બેકગ્રાઉન્ડ અને નાણાકીય વ્યવહારોની સમાંતર તપાસ શરૂ કરી છે.

જન્મદિને જ કેબિનમાં બોલાવી કરી છેડતી મુખ્ય ફરિયાદકર્તા 23 વર્ષની મહિલા છે, જે સપ્ટેમ્બર 2023 (September 2023) થી આ એનજીઓમાં એડમિનિસ્ટ્રેશન અને એચઆર હેડ (HR Head) તરીકે ફરજ બજાવતી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, 18 જુલાઈ 2024 (18 July 2024) ના રોજ તેના જન્મદિવસે ઓફિસમાં સેલિબ્રેશન બાદ રિયાઝે તેને પોતાની કેબિનમાં બોલાવી હતી. ત્યાં તેની મરજી વિરુદ્ધ તેને બળજબરીથી ગળે લગાવી, માથા પર ચુંબન કર્યું અને અભદ્ર શબ્દો કહ્યા હતા. પીડિતાએ દાવો કર્યો છે કે નોકરી ગુમાવવાના ડરથી તે તે સમયે વિરોધ કરી શકી નહોતી. એટલું જ નહીં, આરોપીએ એકવાર સીસીટીવી (CCTV) નો પ્લગ કાઢીને પણ મહિલા સાથે અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો.

ધાર્મિક રીતિ-રિવાજો થોપવાનો આરોપ આરોપી રિયાઝ ફાઝિલ કાઝી પર માત્ર જાતીય સતામણી જ નહીં, પણ ધાર્મિક માનસિકતા લાદવાના પણ આરોપો છે. ફરિયાદ મુજબ, પીડિતાની મોટી બહેન જે નવેમ્બર 2025 (November 2025) માં આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાઈ હતી, તેના પર આરોપીએ ખાસ ધર્મની પ્રાર્થનાઓ કરવા અને આખું શરીર ઢંકાય તેવા વિશિષ્ટ કપડાં પહેરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત, રિયાઝે મહિલા સ્ટાફ પર નજર રાખવા માટે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ (Fake Social Media Account) પણ બનાવ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને તપાસ આરોપીની આવી હરકતોને કારણે અન્ય અનેક મહિલા કર્મચારીઓએ પણ નોકરી છોડી દીધી હતી. જ્યારે પીડિતોનું જૂથ 18 એપ્રિલના (18 April) રોજ ઓફિસ પહોંચ્યું ત્યારે તે બંધ હતી, ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માનકાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું કે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેને 23 એપ્રિલ (23 April) સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી રહી છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago