National

મોદી કેબિનેટે ₹54,926 કરોડના ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી આપી

Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઉદ્યોગ, કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ક્ષેત્રે કુલ 54,926 કરોડ રૂપિયાના રોકાણવાળી 4 મહત્વની યોજનાઓને લીલી ઝંડી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) આ નિર્ણયોની વિગતો આપી હતી.

ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) સરકારે 33,660 કરોડ રૂપિયાના બજેટ સાથે ‘ભવ્ય’ (BHAVYA) યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 પાવર એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Industrial Park) વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 2026-27 થી 2031-32 સુધી અમલમાં રહેશે, જેનો મુખ્ય ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ (Manufacturing) અને રોજગારી વધારવાનો છે.

ખેડૂતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાત

કપાસના ખેડૂતો: કપાસની સીઝન 2023-24 માટે ટેકાના ભાવ (MSP) પર ખરીદી માટે 1718 કરોડ રૂપિયાની ભરપાઈને મંજૂરી અપાઈ છે, જેનો લાભ 7.25 લાખ ખેડૂતોને મળશે.

હાઇવે પ્રોજેક્ટ: નેશનલ હાઇવે-927 (National Highway-927) ને 4 લેન બનાવવા માટે 6969 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે.

રિન્યુએબલ એનર્જી: સ્મોલ હાઇડ્રોઇલેક્ટ્રિક ડેવલોપમેન્ટ સ્કીમ (Hydroelectric Development Scheme) માટે 2585 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે 1500 મેગાવોટ (MW) વીજ ઉત્પાદન ક્ષમતા વધારશે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

12 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

12 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago