Israel Lebanon War | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે 2 સપ્તાહના સીઝફાયર (Ceasefire) ની જાહેરાત છતાં પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
સીઝફાયરના દિવસે જ ઈઝરાયલે (Israel) લેબેનોન (Lebanon) પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હવાઈ હુમલો (Air Strike) કર્યો છે. ઈઝરાયલી સેનાએ માત્ર 10 મિનિટમાં 100 થી વધુ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો, જેમાં 50 થી વધુ ફાઈટર જેટ્સ (Fighter Jets) જોડાયા હતા. બેરૂત (Beirut) અને દક્ષિણ લેબેનોનમાં થયેલા આ હુમલાને લેબેનોનના રાષ્ટ્રપતિએ ‘નરસંહાર’ ગણાવ્યો છે.
લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં 254 થી વધુ લોકોના મોત થયા છે અને 1100 થી વધુ લોકો ઘાયલ (Injured) થયા છે. ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ (Netanyahu) સ્પષ્ટ કર્યું છે કે લેબેનોન આ યુદ્ધવિરામનો ભાગ નથી.
વળતા જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ કરી દીધો છે અને ચેતવણી આપી છે કે જો લેબેનોન પર હુમલા નહીં અટકે તો તેઓ કરાર (Agreement) તોડી નાખશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ આ હુમલાની ટીકા કરી વૈશ્વિક શાંતિ (Global Peace) ની અપીલ કરી છે.
અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચેના સીઝફાયર (Ceasefire) કરારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વ્હાઈટ…
US Iran Ceasefire: અમેરિકાના (USA) ઉપ રાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે (JD Vance) ઈરાન સામે આકરા તેવર…
મધ્ય પૂર્વ (Middle East) માં છેલ્લા 6 અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર વિરામ લાગ્યા…
વિશ્વ જેની આતુરતાથી રાહ જોતું હતું તેવા સમાચાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આપ્યા…
અમદાવાદ (Ahmedabad) શહેરના પોલીસ વિભાગમાં લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી, તે પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector…
મિડલ ઈસ્ટ (Middle East) માં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી ભયંકર પરિસ્થિતિને…