World

માદુરો બાદ ખામેનેઈનો વારો? સત્તાપલટો માટે ઇરાનના ક્રાઉન પ્રિન્સનું મોટું નિવેદન

Iran Regime Change | અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા વેનેઝુએલાના નિકોલસ માદુરો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે સમગ્ર વિશ્વની નજર ઈરાન (Iran) પર ટકેલી છે. ઈરાનમાં વધી રહેલા આંતરિક વિરોધ અને સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ (Ali Khamenei) વિરુદ્ધના રોષ વચ્ચે, દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રજા પહલવીએ (Reza Pahlavi) એક મહત્વનું નિવેદન આપ્યું છે.

ઈરાનની પ્રજા શાસન ઉથલાવવામાં સક્ષમ
અમેરિકન અખબાર ‘ધ વૉલ સ્ટ્રીટ જનરલ’ (The Wall Street Journal) સાથેની વાતચીતમાં પ્રિન્સ રજા પહલવીએ સ્પષ્ટ કર્યું કે ઈરાનમાં લોકશાહી લાવવા માટે અમેરિકાએ કોઈ સૈન્ય હસ્તક્ષેપ (Military Intervention) કે સ્પેશિયલ ઓપરેશન કરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે ઈરાનની જનતા પોતે જ આ ધર્મતાંત્રિક વ્યવસ્થા (Theocratic System) ને ખતમ કરવા માટે સક્ષમ છે.

ઇસ્લામિક શાસનનો સૌથી ખરાબ તબક્કો
પહલવીના મતે, ઈરાનનું વર્તમાન ઇસ્લામિક શાસન અત્યારે તેના ઇતિહાસના સૌથી નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ખામેનેઈના નેતૃત્વ સામે માત્ર આર્થિક સંકટ જ નહીં, પણ વિશ્વસનીયતાનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અહેવાલો મુજબ, વધતા વિરોધને જોતા ખામેનેઈએ દેશ છોડવાની યોજના (Exile Plan) પણ તૈયાર કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

માત્ર મોંઘવારી નહીં, આઝાદીની લડાઈ

પ્રિન્સે વધુમાં ઉમેર્યું કે, “ઈરાન (Iran)ના લોકો માત્ર મોંઘવારી (Inflation) કે બેરોજગારી (Unemployment) માટે રસ્તા પર નથી ઉતર્યા, પરંતુ તેઓ આ ઇસ્લામિક શાસનનો અંત ઈચ્છે છે.” આ વિરોધ પ્રદર્શન અગાઉના આંદોલનો કરતા ઘણું અલગ અને તીવ્ર છે, જે સીધું સત્તાપલટો કરવાની માંગ કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ
લાંબા સમયથી બિનસાંપ્રદાયિક (Secular) અને લોકશાહી ઈરાનની વકાલત કરી રહેલા પહલવીએ આંતરરાષ્ટ્રીય સમુદાય (International Community) ને અપીલ કરી છે કે તેઓ ઈરાનની પ્રજાના અવાજને સમર્થન આપે. અત્યારે ઈરાન પાસે દાયકાઓ જૂના શાસનથી મુક્તિ મેળવવાની શ્રેષ્ઠ તક છે.

Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

4 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

4 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

6 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

7 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

7 hours ago